29 C
Ahmedabad
Friday, April 26, 2024

રાજકોટ : રાજસ્થાનના જયપુરમાં 38 લાખ રૂપિયાની લૂંટ કરી શહેરમાં ઘરઘાટી તરીકે નોકરી કરતા નેપાળી ગેંગના 3 આરોપીને દબોચી લીધા


ACP ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ નેપાળી ગેંગનો પર્દાફાશ કરી વધુ 3 નેપાળી ઘરઘાટીને રાજકોટમાંથી ઝડપી લીધા

Advertisement

જો જો તમારા ઘરમાં નેપાળી ગેંગનો સભ્ય તો ઘરઘાટી નથી ને….??

Advertisement

રાજકોટના યુનિવર્સીટી રોડ પર આવેલી રોયલ પાર્ક સોસાયટીના માત્રોશ્રી સોસાયટીમાં ઘરઘાટીએ તેના નેપાળી યુવક અને ત્રણ મહિલાઓ સાથે મળી મકાન માલિકના 14 વર્ષીય પુત્રને બંધક બનાવી 35 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થતા 5 આરોપીને બેચરાજી પોલીસે દબોચી લીધા હતા શહેરમાં નેપાળી ગેંગ સક્રિય હોવાની માહિતી પ્રાપ્ત થતા સીટી ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના જયપુરમાં 38 લાખની લૂંટ કરનાર નેપાળી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા હતા ત્રણે આરોપી શહેરમાં ઘરઘાટી અને ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા સીટી ક્રાઈમની પોલીસની સતર્કતાથી મોટી લૂંટની ઘટના બનતી અટકી હતી

Advertisement

રાજકોટ સીટી ક્રાઈમના એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ સીટી ક્રાઇમ પીએસઆઈ અને તેમની ટીમે શહેરમાં ફરજ બજાવતા નેપાળીઓની વોચ ગોઠવાતા રાજસ્થાનના જયપુરમાં રાજકોટ મોડસ ઓપરેન્ડીસથી 3 લાખ રોકડા અને 35 લાખથી વધુની લૂંટમાં સંડોવાયેલ નેપાળી ગેંગના ત્રણ આરોપી શહેરમાં હોટલમાં નોકરી કરતા હોવાની બાતમી મળતા પોલીસે બાતમીના આધારે શહેરની હોટલમાંથી કુક તરીકે અને વેઈટર તરીકે નોકરી કરતા ત્રણ નેપાળીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ જયપુરમાં થયેલ લાખ્ખો રૂપિયાની લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ત્રણે આરોપીને રાજસ્થાન પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement

નેપાળી ગેંગના ત્રણ આરોપી કોણ અને કઈ હોટલમાં નોકરી કરતા હતા વાંચો
1)દિનેશ નવલસીંગ ઠાકુર (રિયલ સ્પાઇસ હોટલમાં કુક, મૂળ રહે,નેપાળ)
2)રામબહાદુર ઉર્ફ આર.જે માનબહાદુર સૌદ (હોટલમાં વેઈટર, રહે,નેપાળ)
3)તપેન્દ્ર ભાનબહાદુર સૌદ (હોટલમાં વેઇટર, રહે, નેપાળ)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!