27 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી : ઇસરી પોલીસે સ્વીફ્ટ કારમાંથી 50 હજારના દારૂ સાથે ગાંધીનગર અને ખેડાનો બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલ્યા


ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ આસમાને પહોંચતા દારૂના વેપલામાં રહેલા અધધ નફાના પગલે યુવાનો બુટલેગર બનતા ખચકાતા નથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બિલાડીના ટોપની માફક બુટલેગરો ફૂટી નીકળ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે

Advertisement

ઇસરી પોલીસે લખીપુર ગામની સીમમાંથી સ્વીફ્ટ કારમાં દારૂની હેરાફેરી નિષ્ફળ બનાવી કારમાં સંતાડેલ વિદેશી દારૂ સહીત 4.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે બુટલેગરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ઇસરી પોલીસે દારૂની ખેપ મારી રહેલા બંને યુવકોની સૌપ્રથમ દારૂની ખેપ હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

Advertisement

ઇસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પેટ્રોલીંગ હાથધરતાં રાજસ્થાન તરફથી સ્વીફ્ટ કારમાં દારૂ ભરી લખીપુર ગામ તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે લખીપુર નજીક વોચ ગોઠવી બાતમી આધારીત સ્વીફ્ટ કાર આવતા અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-174 કીં.રૂ.50750/- નો જથ્થો જપ્ત કરી ગીરીરાજસિંહ અમરસિંહ વાઘેલા (રહે,પિંઢારડા,પીડાદરા-ગાંધીનગર) અને નિકુંજ જીતેન્દ્ર વાઘેલા (રહે,મેણપુરા, ગલતેશ્વર-ખેડા) ને ઝડપી પાડી વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળી રૂ.4.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!