38 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય હવે MBBS નો અભ્યાસ અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દીમાં થશે, જાણો કયા રાજ્યમાં...

હવે MBBS નો અભ્યાસ અંગ્રેજીમાં નહીં પરંતુ હિન્દીમાં થશે, જાણો કયા રાજ્યમાં હશે પ્રથમ

0
153

મધ્યપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં MBBS ના વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં અભ્યાસ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના ભોપાલમાં લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે MBBS ના હિન્દી કોર્સનો શુંભારભ કરશે. આ સાથે ગૃહમંત્રી MBBSના પહેલા સેમેસ્ટરના હિન્દી પુસ્તકોનું વિમોચન પણ કરશે.

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

મેરા ગુજરાત પ્લેટફોર્મ પર જાહેરાત આપવા સંપર્ક કરો :- 73836 31531

તેમના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી, ‘રાજમાતા વિજયારાજે સિંધિયા એરપોર્ટના’ નવા ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે. બીજી બાજુ મધ્યપ્રદેશની સાથે ઉત્તરપ્રદેશમાં પણ હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ શરુ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે, એક ટ્વિટ કરીને કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગના કેટલાક પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. આવતા વર્ષથી રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં, આ વિષયોના અભ્યાસક્રમો, હિન્દીમાં પણ ભણવા માટે ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!