29 C
Ahmedabad
Wednesday, April 24, 2024

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, 55 ડબ્બા એકબીજા પર ચઢ્યા, આસપાસના વિસ્તારમાં અફરા-તફરી


પટનાઃ બિહારમાં એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. ગયા-કોડર્મા રેલ્વે સેક્શન પર ગુરપા સ્ટેશન નજીક બુધવારે સવારે કોલસાથી ભરેલી માલસામાન ટ્રેનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં માલગાડીના 55 જેટલા ડબ્બા એક બીજા પર અથડાઈ ગયા હતા. ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોમાં જોરદાર અવાજ સંભળાયો હતો જેના કારણે ગભરાટ ફેલાયો હતો.આ અકસ્માત ગુરપા સ્ટેશન પર થયો હતો. આ અકસ્માત આજે સવારે 6.24 કલાકે થયો હતો. આ રૂટ પર ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. પેસેન્જર ટ્રેનોને નજીકના સ્ટેશનો પર જ રોકવામાં આવી છે. જોકે, આ અકસ્માતમાં ડ્રાઈવર અને ગાર્ડ સુરક્ષિત છે.વાસ્તવમાં માલગાડી હજારીબાગ શહેરમાંથી કોલસો લઈને જઈ રહી હતી. ગયા રેલ્વે લાઇન પર ગુરપા સ્ટેશન પાસે અચાનક ટ્રેન અકસ્માત થયો. માલસામાન ટ્રેનમાં 58 ડબ્બા હતા જેમાં 55 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ત્યાં અકસ્માતે ચકચાર મચાવી દીધી હતી. આરપીએફની ટીમ ઉતાવળમાં ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

Advertisement

અકસ્માત દરમિયાન એટલો જોરદાર અવાજ થયો કે લગભગ ચાર-પાંચ કિલોમીટર વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા અને સ્થળ તરફ દોડી ગયા. પ્રાથમિક માહિતી મુજબ માલગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માતના લગભગ 3 કલાક બાદ જેસીબી મશીન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અપલાઇનનો ટ્રેક પણ ઉખડી ગયો છે. અનેક વીજ થાંભલા તૂટી ગયા હતા અને ટ્રેક્શન વાયરને પણ નુકસાન થયું હતું.જણાવી દઈએ કે માલગાડી દુર્ઘટના બાદ આ રૂટ પરની તમામ ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. ગયા સ્ટેશન પર, હવે મોટી સંખ્યામાં મુસાફરો તેમની ટિકિટ કેન્સલ કરવા માટે સ્ટેશનોના ચક્કર લગાવી રહ્યા છે. આ અકસ્માતને કારણે ઝારખંડ અને બિહાર બંનેમાં મુસાફરોની મુશ્કેલી વધી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!