27 C
Ahmedabad
Saturday, April 20, 2024

વોટ્સએપ કેવી રીતે ડાઉન થયું? કેન્દ્ર સરકારે META પાસેથી માંગ્યો રિપોર્ટ


નવી દિલ્હીઃ મંગળવારે સમગ્ર દેશમાં મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે મદર કંપની મેટા પાસેથી જવાબ માંગ્યો છે. આ જાણકારી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ આપી છે. વોટ્સએપને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની નોડલ એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ કોઈ આઉટેજ થાય છે, ત્યારે મંત્રાલય આ બાબતમાં સામેલ કંપની પાસેથી રિપોર્ટ માંગે છે, META અધિકારીએ જણાવ્યું હતું કે, તેના માટે સ્પષ્ટતા માંગવામાં આવી છે,” એક અધિકારીએ જણાવ્યું હતું.તમને જણાવી દઈએ કે મંગળવારે લગભગ દોઢ કલાક સુધી વોટ્સએપની સર્વિસ ડાઉન હતી. બપોરે 12.30 કલાકે કામકાજ બંધ કરી દીધું હતું. સરકારે આ ખામી અંગે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઘણા દેશોના વપરાશકર્તાઓએ સેવા બંધ હોવાની ફરિયાદ કરી હતી. કંપનીએ ક્યા કારણોસર સેવા બંધ કરી તેનું કારણ જણાવ્યું નથી. WhatsAppના વિશ્વભરમાં 2 બિલિયનથી વધુ સક્રિય માસિક વપરાશકર્તાઓ છે. વોટ્સએપ ડાઉન થતાં લોકોએ ટેલિગ્રામ પર શિફ્ટ થવું પડ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!