30 C
Ahmedabad
Friday, April 26, 2024

ભાજપની જનતા પાર્ટી હવે એક્શન મોડમાં, સેન્શ પ્રક્રિયા માટે નિરીક્ષકોની યાદી જાહેર


વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ઝોન વાઈઝ દ્વારા ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયા શરૂ કરશે આ માટે નિરીક્ષકોની યાદી જાહેર કરી દીધી છે. 27 ઓક્ટોબરના રોજથી આ સેન્સ પ્રક્રિયા હાધ ધરવામાં આવનાર છે.રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!