37 C
Ahmedabad
Friday, April 26, 2024

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ઈકો સેલના દરોડા, 200 કરોડ નું GST ટ્રાન્જેક્શન કૌભાંડ..!!


વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ કંપનીઓ પર દરોડાનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે, રાજ્યના અલગ અલગ શહેરોમાં ઈકો સેલના દરોડા પડ્યા છે, જેમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈકો સેલના દરોડ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને મોરબીમાં પડ્યા હતા, જ્યાંથી 200 કરોડના જીએસટી ટ્રા્જેક્શન કૌભાંડની શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement

ઈકો સેલના દરોડામાં મોરબી, જુનાગઢ, ભાવનગર સહિતના જિલ્લા પોલિસની પણ મદદ લેવામાં આવી રહી છે.  દરોડામાં 21 કંપીઓ ઊભી કરીને ખોટા બિલ બનાવ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, આ સાથે જ બિલ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર દરોડામાં 12 જેટલી ટીમ દ્વારા દરોડા પાડીને 12 લોકોની અટકાયત કરવામાં આવી છે, અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!