35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સાબરકાંઠા: ચૂંટણી પહેલા ઠાકોર સહિત OBC સમાજની બેઠક, ટિકિટનો વેપાર થતો હોવાનો આક્ષેપ


હિંમતનગર કૉંગ્રેસ વિધાનસભાના ઉમેદવાર કમલેશ પટેલનો ક્ષત્રિય ઠાકોર, obc, દલિત માઈનોરીટી,સમાજ દ્વારા વિરોધ કરાયો, હિંમતનગર ખાતે અગ્રણીઓને બેઠક મળી
કોંગ્રેસ દ્વારા ટિકિટનો વેપાર કરવામાં આવતો હોવાના આક્ષેપો કરાયા

Advertisement

વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદી જુદી પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવાય છે હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર કમલેશ પટેલનું નામ જાહેર કરાતા કોંગ્રેસના ક્ષત્રિય ઠાકોર, ઓબીસી, દલીત માઈનોરીટી સમાજના લોકોમાં જોવા મળી રહ્યો છે.આજ રોજ હિંમતનગર લેજન્ડ હોટલ ખાતે કાર્યકરો તેમજ અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા અને તે લોકો કોંગ્રેસ દ્વારા કમલેશ પટેલને ઉમેદવાર જાહેર કરાતા વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં બ્યુરો ચીફની નિમણૂક કરવાની છે, તાત્કાલિક સંપર્ક કરો : meragujarat2022@gmail.com

છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસપાર્ટી દ્વારા ઠાકોર સમાજના ઉમેદવાર લાલસિંહ પરમારને ટિકિટ આપવામાં માટેની માંગ કરાઈ રહી હોવા છતાં કૉંગ્રેસ પાર્ટી દ્રારા ટિકિટનો વેપાર કરી ઉમેદવાર પસંદ કર્યો છે ત્યારે ઠાકોર સમાજના 1,00,000 મતદારો છે કાર્યકરો તેમજ અન્ય ઓબીસી,દલીત અને માઈનોરિટી સમાજના લોકોના મતદારોની સંખ્યા વધુ હોવા છતાં પાર્ટી દ્વારા ટીકીટનો વ્યાપાર કરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામા આવી રહ્યા છે.

Advertisement

આવનાર સમયમાં ઉમેદવાર બદલવામાં નહિ આવે તો કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનિક મતદારો દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને તેના પરિણામ પણ ગંભીર જોવા મળશે તેવી ચીમકે ઉચ્ચારી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!