શનિવારે યોજાયેલી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 73.23 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ સોલનમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. અહીં 76.82 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શિમલામાં 69.88 ટકા મતદાન નોંધાયું હતું. ઉનામાં 76.69 ટકા અને કુલ્લુમાં 76.15 ટકા મતદાન નોંધાયું હતું.
સવારે 8 વાગ્યાથી મતદાન
શનિવારે સવારે 8 વાગ્યાથી વિધાનસભાના સભ્યોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. કોંગ્રેસને આશા છે કે તે રાજ્યની જનતાને આપેલી ‘ગેરંટી’ના આધારે સત્તામાં પરત ફરશે. જ્યારે ભાજપ રિપીટ થવાની ધારણા છે. રાજ્યમાં 68 વિધાનસભા બેઠકો છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
ભાજપ અધ્યક્ષે કર્યું મતદાન
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને તેમની પત્ની મલ્લિકા નડ્ડાએ બિલાસપુરના વિજયપુરમાં મતદાન મથક પર મતદાન કર્યું. નડ્ડાએ કહ્યું કે હું સવારથી જે પ્રકારનું વાતાવરણ જોઈ રહ્યો છું, મને લાગે છે કે લોકોમાં ઉત્સાહ છે. હું લોકોને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે.
જયરામ ઠાકુર મુખ્યમંત્રીનો ચહેરો રહેશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શનિવારે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન રાજ્યના નવા મુખ્ય પ્રધાનનો ચહેરો હશે જો પક્ષ વિધાનસભા ચૂંટણી જીતશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “અમે ચોક્કસપણે બહુમતીમાં છીએ. ચૂંટણી જયરામ ઠાકુરના નેતૃત્વમાં લડવામાં આવી છે અને તેઓ જ મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.