31 C
Ahmedabad
Thursday, March 28, 2024

લો બોલો…!!! 2.10 લાખના દારૂ માટે 25 લાખની ફોર્ચ્યુનર દાવ પર લગાવતા બુટલેગરો : ઈસરી પોલીસની બે બુટલેગરોની ખેપ પર બ્રેક


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પર વિધાનસભાની ચૂંટણીઓના પગલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકીંગ હાથધર્યું હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે રાજસ્થાનના બે બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા લકઝુરિયસ ફોર્ચ્યુનર કારનો સહારો લીધો હતો ઇસરી પોલીસે ધરોલા ગામ નજીક ફોર્ચ્યુનર કારમાંથી 2.10 લાખના વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની બુટલેગરોને દબોચી લીધા હતા.

Advertisement

Advertisement

ઇસરી પોલીસે સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન ઠેકા પરથી ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂ ભરી બુટલેગરો પસાર થવાના હોવાની બાતમી મળતા તાબડતોડ ધરોલા ગામ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત ફોર્ચ્યુનર કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-420/- કીં.રૂ.210000/- નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ,મોબાઇલ અને ફોર્ચ્યુનર ગાડી મળી રૂ.12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક મુકેશ મનોહર બલારા (રહે,મોલાસર,નાગોર -રાજસ્થાન) અને પ્રભુરામ બિરમારામ પોડ (રહે,આકોદા,નાગર-રાજસ્થાન) ને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!