29 C
Ahmedabad
Monday, September 25, 2023

અરવલ્લી : LCBએ અપહરણ અને પોક્સોના આરોપીને બાયડ નજીકથી દબોચી લીધો, છેલ્લા 6 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો હતો


ગુજરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સમયે આચાર સંહિતાનો કડક અમલવારી થાય અને મતદારો નિર્ભર બની મતદાન કરી શકે તે માટે પોલીસતંત્રએ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા દિવસ-રાત એક કરી રહી છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અને વિવિધ એજન્સીઓ દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે બાયડ ગાબટ ચોકડી નજીકથી બાયડ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતા-ફરતા આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે બાતમીના આધારે બાયડ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોના ગુન્હા હેઠળ છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના પરીયાના મુવાડા ગામનો અશોક રમેશ ઉર્ફે રાધાભાઇ ચૌહાણ ને બાયડ ગાબટ ચોકડી નજીકથી કોર્ડન કરી ઝડપી લેતા અપહરણ અને પોક્સોનો ગુન્હો આચરી બિન્દાસ્ત ફરતા આરોપીના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે અશોક ચૌહાણની અટક કરી બાયડ પોલીસને સુપ્રત કરતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!