ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો રોજે રોજ બદલાઈ રહ્યા છે. નેતાઓ પાર્ટી બદલવા માટે આમ તેમ નજર ફેરવી રહ્યા છે, જ્યાં ફાયદો થાય અથવા તો સ્થાન મળે તે બાજુ ઢળી રહ્યા છે. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, નેતાઓની સીઝન આવી ગઇ છે અને તેઓ માટે આ મોટો ભરતી મેળો છે. હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એન.સી.પી. નેતા રેશ્મા પટેલે પક્ષમાંથી રાજુનામું આપી દીધુ છે અને હવે તેઓ વીરમગામથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે.NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ગોંડલથી ચૂંટણી લડવાના હતા તેવી વાત સામે આવી હતી. જોકે NCP દ્વારા કોંગ્રેસ સાથે ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવતા અન્ય કોઈ ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યું નહોતું. આ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે રેશમા પટેલ હવે AAPમાં જોડાઈ શકે છે અને વિરમગામ સીટ પરથી જ ચૂંટણી લડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીરમગામથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલ છે
NCP નેતા રેશ્મા પટેલનું રાજીનામું, આ યુવા નેતાની સામે આપમાંથી લડી શકે છે ચૂંટણી
Advertisement
Advertisement
Advertisement
Advertisement