17.3 C
Ahmedabad
Monday, March 4, 2024

અરવલ્લી – સાબરકાંઠા જીલ્લાના રાજકારણમાં પ્રાંતિજ તાલુકાનો દબદબો કેમ છે વાંચો, બંને જીલ્લામાં રાજકારણનું પ્રાંતીજીકરણ


વિધાનસભાની ચૂંટણીની આતુરતા પૂર્વક ચૂંટણી લડવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાવેદારોમાં ભારે થનગણાટ પ્રવર્તી રહ્યો હતો ચૂંટણી જાહેર થઇ ગઈ અને વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયાં છે. ટિકિટ ઇચ્છુકોને ટિકિટ ન મળતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના રાજકારણમાં હાલ તો પ્રાંતિજ તાલુકાનો ત્રણે પક્ષમાં ભારે દબદબો જોવા મળી રહ્યો છે. બંને જીલ્લાની સાત વિધાનસભા બેઠકો માંથી ત્રણ બેઠકો પર પ્રાંતિજના ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગમાં રાજકીય પક્ષોએ ઉતારતા બંને જીલ્લાના રાજકારણમાં હાલ પ્રાંતિજનું રાજકારણ હાવી હોય તેવું દ્રશ્ય ઉભું થયું છે

Advertisement

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ પ્રાંતિજ મત વિસ્તારના છે હાલ વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંતિજ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપી છે ત્યારે હિંમતનગર બેઠક પર ભાજપે પ્રાંતિજના ક્ષત્રિય ઉમેદવાર વી.ડી. ઝાલાને ટિકિટ આપી છે અને સ્થાનિક ઉમેદવાર ન હોવાથી ભાજપના નેતાઓમાં ભારે રોષ પ્રવર્તતા તેમના ગુસ્સાને ઠારવા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે હાજર રહેવાની નોબત આવી હતી તેમજ અરવલ્લી જીલ્લાની મોડાસા-ધનસુરા બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રાંતિજના અને હાલ મોડાસા સાયન્સ કોલેજના પ્રોફેશર ર્ડો.રાજેન્દ્રસિંહ પરમારને ટીકીટ આપતા બંને જીલ્લાની ત્રણ બેઠક પર પ્રાંતિજ તાલુકાના ઉમેદવારોનો દબદબો જોવા મળી રહ્યો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!