28 C
Gujarat
Friday, August 21, 2026
Home ક્રાઇમ અરવલ્લી : મોડાસા-ધનસુરા રોડ પર કોલીખડ નજીક બાઈક પર બેઠેલ મહિલાના ગળામાંથી...

અરવલ્લી : મોડાસા-ધનસુરા રોડ પર કોલીખડ નજીક બાઈક પર બેઠેલ મહિલાના ગળામાંથી અછોડો તોડી ચેઇન સ્નેચર હવામાં ઓગળી ગયો

0
224

અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોર, તસ્કર ટોળકી, છેતરપિંડી ગેંગના આતંક વચ્ચે ચેઇન સ્નેચર સક્રિય થતા મહિલાઓમાં ફફડાટ ફેલાયો છે આકરૂન્દ ગામના દંપતિ બાઈક પર કામકાજ અર્થે કોલીખડ ગામ નજીક પસાર થતા સ્પીડ બાઈક પર આવેલા ચેઇન સ્નેચર મહિલાના ગળામાંથી બે તોલા સોનાના દોરાની તફડંચી કરી ફરાર થઇ જતા દંપતીએ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા ટાઉન પોલીસે અજાણ્યા ચેઇન સ્નેચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

આકરૂન્દ ગામના કાલિદાસ ઉર્ફે શૈલેષભાઇ પરમાર તેમની પત્ની સાથે કામકાજ અર્થે મોડાસા તરફ પસાર થતા હતા અચાનક ચેઇન સ્નેચર ત્રાટકી ચાલુ બાઈક પર રહેલા મહિલાના ગળામાંથી 82 હજાર રૂપિયાનો સોનાનો દોરો તોડી ફરાર થઇ જતા મહિલાએ બુમાબુમ કરી મુકતા લોકો દોડી આવ્યા હતા બાઈક પર રહેલ કાલિદાસ પરમાર પણ અચંબિત બન્યા હતા ચેઇન સ્નેચરે માથામાં હેલ્મેટ અને જેકેટ પહેર્યું હોવાના વર્ણનના આધારે ટાઉન પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!