28 C
Gujarat
Friday, August 21, 2026
Home સત્તા સંગ્રામ 2022 સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રચાર તેજ, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે મુકાબલો, વિજયનગરમાં કોંગ્રેસના...

સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રચાર તેજ, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે મુકાબલો, વિજયનગરમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર પ્રસાર તેજ

0
229

આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બને તો નવાઈ નહીં ખાસ કરીને આદિવાસી પટ્ટામાં આપનું જોર હોય તેવું લાગે છે ત્યારે ભાજપ-કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે.

વિધાનસભા ચૂંટણીનો માહોલ જામતો જાય છે અને જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર અને જન સંપર્ક વધુ તેજ બનાવી રહ્યા છે. દરમિયાન આજે વિજયનગર તાલુકાના જુદા જુદા ગામોમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તુસાર ચૌધરીએ ચિતરીયા ગામે ચૂંટણી પ્રચાર બેઠકમાં જણાવ્યું હતું કે  સાંસદ તરીકેનો પણ બહોળો અનુભવ છે અને સરકાર ચલાવવાનો પણ અનુભવ છે. તેઓ કોઈપણ વ્યક્તિના પ્રશ્નનોને વાચા આપી શકે છે, ત્યારે જોવું એ રહ્યું કે, મતદારો કઈ દિશામાં જાય છે. હાલ તો તમામ તમા રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર તેજ થયા છે.

લલિત ડામોર, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!