36 C
Ahmedabad
Thursday, April 25, 2024

રમશે ભારત, જીતશે ભારત: 2036 ઓલીમ્પીક્સ યજમાન બનવા માટે ગુજરાતે તૈયારી શરૂ કરી


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. ઓલીમ્પીકસ-2036માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ-ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા-વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે ઓલીમ્પીકસ 2036ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

Advertisement

એટલું જ નહિ, વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કર્યુ હતું. અમિતભાઇ શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યઆયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે, 2036નો ઓલીમ્પીકસ અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તા થી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવનારો બની રહેશે તે સ્પષ્ટ છે. મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે ઓલીમ્પીકસ-ર૦૩૬ માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન, ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!