29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો યથાવત, મોડાસાના મદાપુર ગામની સીમમાંથી લાશ મળતા...

અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો યથાવત, મોડાસાના મદાપુર ગામની સીમમાંથી લાશ મળતા ચકચાર

0
130

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી લાશ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે મોડાસાના મદાપુર ગામની સીમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 21 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં સ્થાનિક વ્યક્તિએ અહીં લાશ દેખતા પોલિસને જાણ કરી હતી, ત્યારબાદ સમી સાંજ સુધી પાણીમાંથી લાશ કાઢવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાના મદાપુર ગામની સીમમાં કેશરપુરા કંપા તરફ જવાના ત્રણ રસ્તા પર વાઘામાં અજાણી વ્યક્તિની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, બપોરના અરસામાં અહીં લાશ હોવાનું માલુમ થયું હતું, ત્યારબાદ પોલિસ આવી હતી પરંતુ હદ ટાઉન લાગ છે કે, ગ્રામ્ય તેને લઇને પણ ચર્ચાઓ ચાલતી હતી, તો બીજી બાજુ મોડી સાંજ સુધી એટલે કે, 6 વાગ્ય સુધી લાશ બહાર કાઢવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં સવાલો ઉઠતા હતા કે, માણસની કોઈ જ કિંમત નથી, જો કોઈ પરિવારજ અહીં હોત તો આ કામગીરી ઝડપી બની હોત, પણ અજાણી વ્યક્તિની લાશ હોવાથી કોઈ જ કદર નથી.

સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે, લાશ નજીક થોડા અંતરે મેડિકલ વેસ્ટ નો જથ્થો પણ પડેલો જોવા મળ્યો હતો, તે કોણ ઠાલવી ગયું છે તેના પર લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, બાયો મેડિકલ વેસ્ટના જથ્થાથી થોડેક દૂર આ લાશ જોવા મળી હતી, ત્યારે હવે અજાણી લાશને લઇને પોલિસ ક્યારે કાર્યવાહી કરશે તે એક સવાલ છે, હાલ તો લાશ પાણીમાં જ જૈસે સ્થે સ્થિતિમાં જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!