BREAKING NEWS : માલપુરના ગોવિંદપુર કંપામાં આવેલી બક્ષીપંચ છાત્રાલયની રૂમમાં ધો-8ના વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમા
અરવલ્લી જિલ્લામાં આત્મહત્યાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો હોય તેમ અરવલ્લી જિલ્લામાં દસ દિવસના સમયગાળામાં 4 લાશો મળી આવી છે. જેમાં એક પ્રેમી યુગલ, એક યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે વધુ એક આત્મહત્યાએ બુદ્ધિજીવી લોકોને ચોંકાવી દીધા છે માલપુર તાલુકાના ગોવિંદપુર કંપામાં આવેલી બક્ષીપંચ છાત્રાલયમાં રહેતા અને અભ્યાસ કરતા ધો-8 ના વિદ્યાર્થીનો લટકતો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ભારે ચકચાર મચી છે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુરના ડબારણ ગામનો અને ગોવિંદપુરા બક્ષીપંચ છાત્રાલયમાં રહી ધો-8 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી બપોરે શાળામાંથી પરત આવ્યા બાદ છાત્રાલયની રૂમમાંથી લટકતી હાલતમાં મૃતદેહ જોવા મળતા અન્ય વિદ્યાર્થીઓએ બુમાબુમ કરતા વોર્ડન સહીત સ્ટાફ દોડી આવ્યો હતો વિદ્યાર્થીના મોત અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો છાત્રાલયમાં દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી
ગોવિંદપુર કંપાની છાત્રાલયમાં વિદ્યાર્થીનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા તાબડતોડ માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી