32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી : પોલીસતંત્રને તસ્કરોની ખુલ્લી ચેલેંજ રોક શકો તો રોક લો..મોડાસાના સરકારી ક્વાટર્સમાં ચોરી, D સ્ટાફ ઉઘરાણામાં મસ્તની ચર્ચા


કલેકટર અને જીલ્લા પોલીસવડાના સરકારી બંગ્લોઝ નજીક તસ્કરો ત્રાટકતા જાણે ખાખી નો ખોફ જ ના હોય તેવો ઘાટ સર્જાયો
પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓના રહેઠાણ નજીક સરકારી ક્વાટર્સમાં છેલ્લા 6 મહિનામાં 9 વાર ચોરીની ઘટનાને અંજામ આપ્યો

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં તસ્કર, ઘરફોડ ચોર બેખૌફ બન્યા હોય તેમ સતત ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ટાઉન પોલીસ ઠંડીમાં ઠૂંઠવાતાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે ટાઉન પોલીસનો ડી-સ્ટાફ ઉઘરાણા કરવામાં માહીર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે શહેરના માર્ગો પર ઠેર ઠેર લાગેલ સીસીટીવી કેમેરાએ પણ આંખો બંધ કરી લીધો હોય તેમ તસ્કર ગેંગ નેત્રમ શાખા માટે પણ પડકાર જનક સ્થિતિ ઉભી કરી છે મોડાસા શહેરના સરકારી ક્વાટર્સમાં છેલ્લા 6 મહિનામાં 9 વાર ચોરી થતા ક્વાટર્સમાં રહેતા પરિવારો અને શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે ટાઉન પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા પોલીસવડાના બંગ્લોઝ નજીક આવેલા સરકારી ક્વાટર્સમાં સમી સાંજે બંધ મકાનમાં તસ્કર ટોળકી ત્રાટકી ચોરી કરી ફરાર થઇ ગઈ હતી બંધ ક્વાટર્સનો નકુચો તોડી તસ્કરો ઘરમાં રહેલ માલસામાન રફેદફે કરી ઘરમાં રહેલ રોકડ રકમ સહીત અન્ય મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસતંત્રને પડકાર ફેંકી રહ્યા છે મોડાસા ટાઉન પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ ચોર, લૂંટારુ ગેંગ સામે નતમસ્તક હોય તેવું શહેરીજનો અહેસાસ અનુભવી રહ્યા છે શહેરમાં ચોરી લૂંટની ઘટનાને અંજામ આપતી ગેંગને પોલીસતંત્ર ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી લોકમાંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!