asd
27 C
Ahmedabad
Wednesday, September 18, 2024

બુટલેગરે થર્ટી ફર્સ્ટ જેલમાં ગુજારવી પડશે…!! 4500 બોટલ શરાબ ટ્રક કન્ટેનર માંથી ઝડપ્યો,હરીયાણા થી ગુજરાતમાં ઠાલવવાનો હતો દારૂ


થર્ટી ફર્સ્ટની ઉજવણી એટલે દારૂની રેલમછેલ ગુજરાતમાં થર્ટી ફર્સ્ટના દિવસે વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં શરાબ ઘટઘટાવી ઝૂમ બરાબર ઝૂમ બની પાર્ટીઓમાં મદમસ્ત બની ઉજવણી કરતા હોય છે થર્ટી ફર્સ્ટને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા અધીરા બન્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક-કન્ટેનરમાંથી 13 લાખથી વધુના દારૂ સાથે બુટલેગર ખેપિયાને દબોચી લઇ થર્ટી ફર્સ્ટમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે આંતરરાજ્ય સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાહનોનું સઘન ચેકીંગના આદેશ પછી સતત નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂ સાથે બુટલેગરો ઝડપાઈ રહ્યા છે બુટલેગરો પણ પોલીસને થાપ આપવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ત્યારે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી બુટલેગરોના વધુ એક નુસ્ખાને નિષ્ફળ બનાવ્યો હતો

Advertisement

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા બાતમી આધારિત ટ્રક-કન્ટેનર માં સંતાડીને ઘુસાડાતો વિદેશી દારૂ બોટલ નંગ-4500 કીં.રૂ.1300500 /-નો જથ્થો જપ્ત કરી ટ્રક ડ્રાઇવર મનજીત વિજયભાઈ યાદવ (રહે,દુલોઠ આહીર, મહેન્દ્રગઢ-હરિયાણા) ને દબોચી લઈ ટ્રક,મોબાઈલ અને વિદેશી દારૂ મળી રૂ.28.05 લાખનો બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!