મોડાસા તાલુકાના છારા નગર (જીવણપુર) દેશી દારૂ માટે અમદાવાદ સુધી પંકાયેલું છે છારા નગરમાં વસવાટ કરતા મોટા ભાગના પરિવારો દેશી દારૂનો વેપલો કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી છારા નગરમાં વિદેશી દારૂ પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોવાની સાથે નજીકના વિસ્તારોમાં પણ નાના બુટલેગરોને સપ્લાય થઇ રહ્યો છે મોડાસા રૂરલ પોલીસે વિજેન્દ્ર રાઠોડના ઘરમાં ત્રાટકી 19 હજારથી વધુનો વિદેશી દારૂ અને 468 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પ્રાપ્ત માહિતી મુજબ,મોડાસા રૂરલ ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં છારાનગરમાં રહેતો વિજેન્દ્ર મહેન્દ્ર રાઠોડ નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી ઘરમાં રહેલી વિદેશી દારૂ અને બિયર નંગ-132 કીં.રૂ.19800/- અને ઘરમાં રહેલો અખાદ્ય ગોળ રહેલો 468 કીં.રૂ.4680/- નો જથ્થો મળી 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
નવા વર્ષની ઉજવણી વચ્ચે પોલિસે દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી રહી છે પણ ઘણા જગ્યાએ હજુ પણ દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાની અટકળો ચાલી રહી છે