પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ના નિધનને લઇને સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગર ખાતે રાયસણ નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને માતાને કાંધ આપી હતી.
મોડી રાત્રે પીએમ મોદીના માતા હીરાબા એ અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ પહેલા તેઓની તબિયત નાદુરસ્ત થતાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.
શુક્રવારના મોડી રાત્રે 3.30 કલાકે તેઓની તબિયત વધુ બગડતા હીરાબાનું નિધન થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે માતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં અંતિમ યાત્રામાં જોડાયા હતા.