PM મોદીના માતા હીરાબાનું મોડી રાત્રે 100 વર્ષની ઉંમરે નિધન થયું છે. હીરાબાએ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારે સાંજે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલીની સમસ્યા થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. PM મોદીએ ટ્વીટ કરીને હીરાબાને શ્રદ્ધાંજલિ આપી.
PMએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી
PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, શાનદાર શતાબ્દીના ભગવાનના ચરણોમાં વિરામ… બા માં મેં હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે. જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીના પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. હું તેમને 100મા જન્મદિવસ પર મળ્યો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહેશે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम… मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
Advertisement— Narendra Modi (@narendramodi) December 30, 2022
Advertisement