27 C
Ahmedabad
Saturday, April 20, 2024

મહિનો પૂરો થતાં જ મોઢે મફલર બાંધી, સ્પોર્ટ્સ બાઈક લઇને ડુંગરી પર આંટાફેરા, પછી રેડ પાડો તો મળે શું ? ઠેંગ્ગો….


થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર અથાગ પ્રયાસો કરી રહી છે પરંતુ મોડાસાના ગણેશપુર અને સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં માંગો તેટલો દારૂ મળે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, એટલું જ નહીં મહિનો પુરો થવા આવે એટલે 25 થી 30 તારીખની વચ્ચે સિવિલ ડ્રેસમાં મહાશય મોંઢે મફલર બાંધી હેલ્મેટ પહેરી સફેદ બાઈક લઇને પહોંચી જાય છે અને બધુ પતાવટ કરી દે છે, આવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Advertisement

અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દારૂને ડામવા પ્રયાસો કરે છે પણ નીચેના અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદથી બધુ બરાબર નથી ચાલતું એ વાત ચોક્કસ છે. છેલ્લા ઘણાં સમયથી દારૂનો જથ્થો પોલિસ પકડે છે પણ આ દારૂ જિલ્લામાં લવાતો હોય તેવો પકડાતો નથી પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાં જતો પોલિસ પકડી પાડે છે. પણ પોલિસની નાક નીચે ઠેર ઠેર દારૂ મળે છે અને લોકો ફોન કરીને માંગ તે બોટલ પણ મંગાવી લે છે. પોલિસ પહોંચે ત્યારે કંઈ જ નથી મળતું તેવું વાતો કરે છે. સાહેબ મળે ક્યાંથી મફલર બાંધીને એક બાઈક ચાલક 25 થી 30 તારીખમાં બધે આંટો મારી દે પછી વીલા મોં એ જ પાછા ફરવું પડે ને..!!

Advertisement

પોલિસ પ્રજાની મિત્ર છે પરંતુ આવું કામ કેટલાક કર્મચારીઓને લીધે સાર્થક થતું નથી અને માત્ર તેમને ખિસ્સા કેમ કરીને ભરવા તેના પર જ નજર હોય છે. જિલ્લા પોલિસ વડા સારી કામગીરી કરે છે પરંતુ આ કામગીરી પર લાંછન લગાડવા સિવાય બીજુ કાંઈ કામ જ ન હોય તેવું પણ લાગે છે. એટલે જ મહિનાનો છેલ્લો સપ્તાહ એટલે વાહ…ભાઈ વાહ…

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!