મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં ખાનગી કારમાં પેટ્રોલિંગ કરવાનું RFO એ કરેલ સાહસ સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે
AdvertisementRFO પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે અન્ય કર્મચારીઓને કેમ સાથે ના લઈ ગયા
AdvertisementRFO એ કહ્યું જૂની અદાવતમાં 10 લોકોના ટોળાએ હુમલો કર્યો
Advertisement
અરવલ્લી જીલ્લામાં વન વિભાગ તંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના પગલે પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ટ્રક અને ટ્રેકટરમાં મોટા પ્રમાણમાં જંગલી લાકડાઓની હેરાફેરી થતી હોવાનું જગજાહેર છે હપ્તા રાજમાં ખદબદતા વન વિભાગ તંત્ર વીરપ્પનો બેફામ બન્યા છે મેઘરજ આરએફઓ મેહુલ દોમડા ખાનગી કાર લઇ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા ડામોર ઢૂંઢા ગામે પહોંચતા 10 જેટલા લોકોએ હુમલો કરી કારના કાચ તોડી નાંખતા આરએફઓ ફફડી ઉઠ્યા હતા અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી
મેઘરજ વનવિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મેહુલ દામડા શુક્રવારે સાંજે તેમની રેન્જમાં ખાનગી કાર લઈને પેટ્રોલિંગ કરતા ડામોર ઢૂંઢા ગામે પહોંચતા 10 જેટલા અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવી હુમલો કરી કારના કાચ તોડી નાખતા ફફડી ઉઠ્યા હતા જીવ બચાવી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી