38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી: ઈસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે દારૂની ખુલ્લેઆમ હેરાફેરી, પોલિસ મૌન ?


અરવલ્લી જિલ્લો રાજેસ્થાન ની બોડરને અડીને આવેલ જિલ્લો છે એમાં પણ ગ્રામ્ય વિસ્તાર તો જાણે રાજેસ્થાન ને અડીને આવેલ હોય તેવા ગામડાઓ પણ છે જેમાં અરવલ્લી જિલ્લામાં કેટલીક વાર પોલિસની નિષ્ક્રિયતા ને કારણે દારૂ ની હેરાફેરી થતી હોય છે ત્યારે મેઘરજ તાલુકામાં મેઘરજ પોલિસ સ્ટેશન વિસ્તાર અને ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે પોલિસની રહેમ નજર હેઠળ જાણે દારૂની હેરાફેરી થતી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

ખાસ કરીને ઇસરી પોલિસી સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્લાંવાડા ચેકપોસ્ટ જ્યાં રાજેસ્થાન ને અડીને આવેલ વિસ્તાર છે ત્યારે ગત અઠવાડિયામાં બે થી ત્રણ વાર અને અઠવાડિયા માં કેટલીક વાર બાઈકો પર તેમજ મોટી ગાડીઓ માં દારૂની ખુલ્લે આમ હેરાફેરી થતી હોય તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે જેમાં ખાસ કરીને રેલ્લાંવાડા ચેકપોસ્ટ થી લઈને ગેડ ગામ થી તરકવાડા ચોકડી થઈને ખાખરીયા જીતપુર ગામમાં થઈને તરકવાડા ગામમાં થઇ આ દારૂ નો મોટાપાયે બાઈકો પર સપ્લાય થતો હોય છે જેમાં રાત્રીના 8 વાગ્યાની આજુબાજુ પૂર ઝડપે જતી ગાડીઓ થી ગ્રામ્ય વિસ્તારમાં લોકોના જીવ પણ તારવે ચોંટી જાય તે રીતે બાઈકો પર દારૂ જતો હોય છે ત્યારે આ બાબતે જાણે ઇસરી પોલિસ મૌન હોય કે પછી અને હપ્પતા રાજ માં રસ હોય તેવા પણ પ્રશ્નો ઉદભવે છે આ બાબતે ઇસરી પોલિસ જાણવા છતાં ગ્રામ્ય વિસ્તારમાં થી પસાર થતો દારૂનો સપ્લાય પકડવામાં નિષ્ફર નિવડી હોય તેવું લાગી રહ્યું છે વધુમાં ઇસરી પોલિસને માત્ર ને માત્ર 20 રૂપિયા થી 40 રૂપિયા સુધીનો દેશી દારૂનો કેસ બનાવામાં રસ છે ત્યારે બાઈકપર ખુલ્લે આમ દારૂની હેરાફેરી થતી હોય ત્યારે પોલિસ કેમ મૌન છે તેવા સવાલો પેદા થયા છે ત્યારે ઇસરી પોલિસ ઉંગમાંથી જાગે અને દારૂની સપ્લાય થતી અટકાવે તેવી હાલ તો લોકોની માંગ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!