થર્ટી ફર્સ્ટની ઉજવણી એટલે મોટેભાગે દારૂની રેલમછેલ અને નાચગાન સાથે પાર્ટી કરતુ યુવાધન એવું દ્રશ્ય આંખો સામે તરી આવે પરંતુ મોડાસા બીબીએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શહેરની બહેરા મૂંગા શાળાના વિદ્યાર્થીઓ સાથે અનોખી રીતે ઉજવણી કરી હતી અને બાળકોને વિવિધ રમત રમાડી ગિફ્ટ આપી હતી કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનો જોગાનુજોગ જન્મદિવસ હોવાથી બાળકો સાથે કેક કાપી ખુશીયો વહેંચી હતી
મોડાસા કોલેજ કેમ્પસમાં આવેલ બી.બી.એ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બહેરા મૂંગા સ્કૂલ ના બે વિદ્યાર્થીઓ નો જન્મદિવસ તથા ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ 2022 ની વિદાય અને નવીન 2023 ના સ્વાગત માટે વિશ્વ આખું થનગનાટ અનુભવે છે અને ઠેરઠેર વૈવિધ્યપૂર્ણ ઉજવણીઓ થઈ રહી છે ત્યારે મોડાસા બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને વિકૃતરૂપે દર્શાવતી ખર્ચાળ અને શુગ ચડે એવી ઉજવણીથી દૂર રહીને સાત્વિક શુદ્ધ સંસ્કાર ને અનુરૂપ વર્ષોન્તની ઉજવણી કરી સલામ કરવાનું મન થાય તેવી અનોખી પ્રથા સ્થાપિત કરી છે