33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home સ્પોર્ટ્સ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના રમતવીરને સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ, શાળામાં સન્માન

મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના રમતવીરને સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ, શાળામાં સન્માન

0
264

અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર શિક્ષણ નગરની સાથે રમતવીરોને નગરી પણ બની જાય છે. મોડાસાની શ્રી. સી. જી. બુટાલા સર્વોદય હાઈસ્કૂલના રમતવીરને સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મળતા શાળા પરિવારને સન્માનિત કર્યો હતો.

મોડાસાની શ્રી સી.જી.બુટાલા સેકન્ડરી અને બી.વી.બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલ માં ધોરણ  – 10 માં અભ્યાસ કરતા શીવ મહેન્દ્રભાઈ બરંડા એ તા.26/12/2022 થી 30/12/2022 દરમિયાન અમદાવાદ મુકામે આયોજીત 16મી સબ -જુનિયર નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશીપ માં ગુજરાત ની ટીમ તરફથી રમતા રાષ્ટ્ર્ર કક્ષાએ તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા અને જીલ્લા નું ગૌરવ વધાર્યું  છે. મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ આર.શાહે આ જુનિયર કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીને બિરદાવતા આગામી સમયમાં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી પ્રગતિ કરતો રહે તેવી શુભેક્ષાઓ સહ અભિનંદન આપ્યા હતા. કેળવણી મંડળના પ્રભારી માનદમંત્રી કિરીટભાઈ કે.શાહ, પ્રભારી માનદમંત્રી પિયુષભાઇ જે.પટેલ અને શાળાના પ્રિન્સીપાલ ર્ડો આર.સી.મહેતા એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરનાર શીવ બરંડા ને અને વિદ્યાર્થીમાં રહેલા કૌશલ્ય અને ક્ષમતા ને પારખી નિરંતર પ્રેકટીસ અને મહેનત દ્વારા એક પરિપકવ ખેલાડી તરીકે તેની પ્રતિભા માર્ગદર્શક વિનોદચંદ્ર.પી.પટેલ, ટેનિસ કોચ ટ્રેઈનર રવિન્દ્ર પુવાર અને અમિત ઉપાધ્યાય ને શાળાને ગૌરવવંત બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!