ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું હોય તેવું લાગે છે. ઉત્તર ગુજરાત સહિત કચ્છના નલિયાઓમાં પણ પારો ગગડી જતાં લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. બનસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પારો ગગળતા લોકો ઘરેમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે તો ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે.
ઠંડીનું પ્રમાણ વધતા ઘઉં, ચણા, રાયડો તેમજ વરિયાળીના પાકને ફાયદો થવાની શક્યતાઓ છે. ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈ વિભાગ દ્વારા અવિરત કેનાલ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને સારા પાકની પણ આશા છે.
રાજ્યના અન્ય શહેરમાં ન્યૂનત્તમ તાપમાન
અમદાવાદ – 15.2 ડીગ્રી
વડોદરા – 14 ડીગ્રી
સુરત – 15 ડીગ્રી
રાજકોટ – 15.04 ડીગ્રી
દ્વારકા – 17.6 ડીગ્રી
ભૂજ – 14 ડીગ્રી
ડીસા – 12 ડીગ્રી
વેરાવળ – 17 ડીગ્રી