અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના બાવળીયા-પાલ ગામની મહિલા પર ચાર ઈસમોએ બિભત્સ વર્તન કરીને અપશબ્દો બોલીને મહિલા પર લાકડીઓનો વરસાદ વરસાવતા મહિલા ગંભીર રીતે ધાયલ થયેલ હોય સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.મહિલાની ફરીયાદના આધારે પોલીસે બાવળીયા-પાલ ગામના ચાર ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ લાલાભાઈ પરમારે જણાવ્યું કે, બાવળીયા-પાલ ગામની શિલ્પાબેન રમેશભાઈ બોદર તેઓના ધર પાસે સમી સાંજે 7.30 વાગ્યાના અરસામાં ઉભા હતા તે દરમિયાન તેઓના ધરમાં પ્રવેશ કરીને મનોજ અસારી,અજય અસારી,નિતેશ રોઝડ,હિતેશ અસારીએ મહિલાને કહ્યું કે, તારો પતિ અમોને બિભત્સ અપશબ્દો કેમ બોલે છે તેમ કહી શિલ્પાબેન સાથે ચાર ઈસમોએ બિભત્સ વર્તન કરીને અપશબ્દો બોલીને લાકડી વડે હુમલો કર્યો અને ગડદાપાટુનો માર મારતા મહિલા ગંભીર રીતે ધાયલ થઈ હતી.ગંભીર રીતે ધાયલ મહિલાને સારવાર અર્થે કોટેઝ હોસ્પિટલ ભિલોડા ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ખસેડાયા હતા.બાવળીયા-પાલ ગામની મહિલા શિલ્પાબેન બોદરે પોલીસ સ્ટેશનમાં ચાર હુમલાખોરોએ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.