36 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલ: જીવલેણ ચાઈનીઝ દોરી વેચનારા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ, અધધ ચાઈનીઝ દોરીના ફિરકા પકડાયા


ઉતરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેટલાક પતંગ દોરીના વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાબતને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ ન જાહેરનામાનો ગોધરા શહેર સહિત જિલ્લામાં ચુસ્તપણે પાલન કરાવવા માટે જિલ્લાના તમામ પોલીસ મથકોને કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ગોધરા એલસીબી પીઆઈ સહિત એલસીબી ટીમ દ્વારા ગોધરા શહેર સહિત જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફીરકાઓ સહિત ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા ચક્રોગતિમાંન હાથ ધરેલ છે જેમાં ગોધરા શહેરના મોદીની વાડી નં-2 તેમજ વેજલપુર તાલુકાના રીંછીયા ગામે તેમજ ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ નંગ 261 સહીત 50,800 ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…..

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ચાઈનીઝ દોરી તેમજ તુકકલનું પ્રતિબંધિત વેચાણકર્તા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એલસીબી શાખા ના પીઆઈ એન એલ દેસાઈને સૂચનાઓ આપવામાં આવી હતી જે સૂચના ના આધારે એલસીબી પી.એસ.આઇ ડૉ એમ એમ ઠાકોર તથા એસ આર શર્મા સહિત એલસીબી ની ટીમ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પીએસઆઇ એસ આર શર્માને ખાનગીરહે બાતમી મળી હતી કે હર્ષિલ પિયુષભાઈ પટેલ અને રવિ મનસુખભાઈ રાણા તથા માધવ પૂર્વજભાઈ પટેલ આ તમામ રહે મોદીની વાડી નં 2 માં ભેગા મળી ચાઈનીઝ દોરી નો જથ્થો લાવી હર્ષિલ પિયુષભાઈ પટેલ ના ઘરે સંતાડી રાખી વેચાણ કરી રહ્યા છે. જ્યારે સંજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ રહે કાલોલ તાલુકાના રીછીયા ગામે તેમજ કંકુથાંભલા ચોકડી ઉપર ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર ખાતે અને કલ્પેશ કુમાર છત્રસિંહ પટેલ રહે .મોર ડુંગરા મંદિર ફળિયા તા. ગોધરાના ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરી રહ્યાની બાતમી ના આધારે ચાઈનીઝ દોરી રીલો નંગ -261 સાથે 50800ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!