વ્યાજખોરોની ખેર નહિ, સાબરકાંઠા પોલિસ કરશે ગેરકાયદેસર વ્યાજખોરો સામે કાર્યવાહી, તાલુકા કક્ષાએ લોકદરબારનું આયોજન કરી ઊંચા દરે વ્યાજના ચક્રોડમા ફસાયેલા લોકોને વારે આવશે પોલીસ
સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે 10 થી 20 ટકા વ્યાજે પૈસા ધિરનાર લોકો સામે હવે પોલીસ વિભાગે ગાળીયો કસ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો છે જેમાં સાબરકાંઠા પોલીસે આગામી 10 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિંમતનગર તાલુકા કક્ષાના એક લોક દરબારનું આયોજન કર્યું છે. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.લોકોને વ્યાજે પૈસા આપી ઊંચું વ્યાજ વસૂલનારા અને પઠાણી ઉઘરાણી કરનારા લોકોની સામે આ લોક દરબારમાં રજૂઆત કરી શકાશે.અને પોલીસ આ લોકોને ન્યાય આપશે, ત્યારે આ લોક દરબારને લઈને આજે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલુ