લુણાવાડા,મહિસાગર
મહિસાગર જીલ્લામા શિક્ષણ જગતને કંલકિત કરતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમની ફરજ જીલ્લામા શિક્ષણ વ્યવસ્થાના વહીવટને યોગ્ય રીતે ચલાવાની છે.તેવા અધિકારી લાંચ લેતા પકડાય ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.મહિસાગર જીલ્લાના શિક્ષણ અધિકારી પ્રકાશભાઈ મોદી 20,000ની લાંચ લેતા ઝડપાઈ જતા સમગ્ર શિક્ષણ જગતમા ખળભળાટ મચી જવા પામ્યો હતો. એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસીબીના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી એક શાળામાં આચાર્ય ખાતે ફરજ બજાવી રહ્યા છે.તેમની શાળામાં ફરજ બજાવનારા શિક્ષક હાજર થતા તેઓના એમ્પલોઇ નંબર મેળવવા માટે તેઓ તરફથી કરવાની કાર્યવાહી કરી હતી. જીલ્લા શિક્ષણાધિકારી મહીસાગર નાઓની કચેરીએ મોકલી આપી હતી, તેમ છતા હાજર થયેલ શિક્ષિકાનો એમ્પલોઇ નંબર ન ફળવાતા આ કામના ફરીયાદીએ જીલ્લા શિક્ષકાધિકારી કચેરીએ એમ્પલોઇ નંબર બાબતે ખાતરી કરવા ગયેલ ત્યાં જ્યા જીલ્લા શિક્ષણાધિકારી પ્રકાશભાઈ મોદીને મળતા તેમને એમ્પલોઇ નંબરની પ્રોસેસ કરવા સારૂ રૂ.૨૦,૦૦૦/- ની માંગણી કરેલી જે અંગે આ કામના ફરીયાદીએ શિક્ષિકાને વાત કરતા લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી આ ફરીયાદીએ મહીસાગર એ.સી.બી.પોલીસ સ્ટેશને લુણાવાડા ખાતે જાણ કરી હતી. જેમા એસીબીએ લાંચના છટકાનુ આયોજન કરતા આરોપીએ પ્રકાશભાઈ મોદી રૂ.૨૦,૦૦૦ લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ ગયા હતા.આ મામલે મહિસાગર એસીબીએ પોલીસે જીલ્લા શિક્ષણાધિકારીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ક્લાસ-1 કક્ષાના અધિકારી ઝડપાતા જીલ્લા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.