26 C
Ahmedabad
Monday, March 27, 2023

અરવલ્લી : ગોવિંદપુર કંપા છાત્રાલયમાં 13 વર્ષીય વિદ્યાર્થીનો લટકતી લાશ મળી આવી હતી, મૃત્યુની યોગ્ય તપાસની માંગ સાથે રેલી આવેદન


અરવલ્લી : ગોવિંદપુર કંપા છાત્રાલયમાં 13 વર્ષીય વિદ્યાર્થીનો લટકતી લાશ મળી આવી હતી, મૃત્યુની યોગ્ય તપાસની માંગ સાથે રેલી આવેદન

Advertisement

માલપુર તાલુકાના ગોવિંદપુર કંપામાં આવેલી છાત્રાલયમાં રહેતા અને ધોરણ-8 માં અભ્યાસ કરતા આંકલીયા ગામના 13 વર્ષીય વિદ્યાર્થીનો છાત્રાલયની રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં થોડા દિવસ અગાઉ મૃતદેહ મળી આવ્યો હતો માલપુર પોલીસે મૃતકની લાશને પીએમ કરાવી એડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ત્યારે પરિવારજનો અને સામાજીક અગ્રણીઓએ મોડાસા શહેરમાં રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મૃતક વિદ્યાર્થી આત્મહત્યા શંકાસ્પદ હોવાનું જણાવી ન્યાયની માંગ કરી હતી

Advertisement

માલપુર તાલુકાના આકલીયા ગામના અરજણભાઈ મંગાભાઈ મસારના 13 વર્ષીય પુત્ર ગોવિંદપુર કંપામાં આવેલી કમળાબેન મહેતા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો હતો થોડા દિવસ અગાઉ ગોકુલની છાત્રાલયની રૂમમાં લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ આ ઘટનાના 20 થી વધુ દિવસ પછી મૃતક વિદ્યાર્થીના મોત અંગે શંકા-કુશંકાઓ પેદા થતા સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ પાસે તપાસ કરવામાં આવી હત્યારાઓ સામે ગુન્હો નોંધવામાં આવેની માંગ સાથે સામ્યવાદી પક્ષ માર્ક્સ વાદી ના જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ ભલાભાઇ ખાટ અને સાબરકાંઠા જિલ્લાના પક્ષના આગેવાન દિનેશભાઈ પરમાર ની આગેવાની હેઠળ પરિવારજનો અને 300 જેટલા સમાજના લોકોએ રેલી સ્વરૂપે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!