ગુજરાત સરકારે વ્યાજખોરીનું દુષણ ડામવા પોલીસતંત્રને લોકદરબાર યોજવા માટે આદેશ આપ્યા પછી અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ ત્રણ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજી વ્યાજંકવાદીનો ભોગ બનેલા લોકોની રજુઆત સાંભળી અરજી લીધા પછી વ્યાજખોરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે મેઘરજ નગરમાં ઘર બનાવવા માટે મહિલાએ વ્યાજખોર પાસેથી 50 હજાર રૂપિયા લેતા દસ ટકા વ્યાજ વસૂલ્યા બાદ મહિલાએ વ્યાજ સહીત રોકડ રકમ ચૂકવી દીધા પછી વધુ 85 હજારની માંગ કરતા મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં વ્યાજંકવાદી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મેઘરજના કસ્બા વિસ્તારમાં રહેતા સમીરાબાનુ ઇર્શાદભાઈ શેખ નામની મહિલાએ સાત મહિના અગાઉ મકાન બનાવવા માટે કસ્બામાં રહેતા અને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધીરનાર આશીફ ઉર્ફે ભોલો અબ્બાસ મલેક પાસેથી 50 હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા વ્યાજખોરે મહિલા પાસેથી સાબરકાંઠા બેંકના 6 કોરા ચેક લીધા હતા મહિલાએ બે મહિનાનું વ્યાજ ચૂકવી ત્રીજા મહિને 55 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં વ્યાજંકવાદી આશીફે મહિલા પાસેથી પઠાણી ઉઘરાણી કરી વ્યાજ પેટે વધુ 85 હજાર રૂપિયા માંગતા મહિલા ચોંકી ઉઠી હતી અને વ્યાજના રૂપિયા પછી ચેક પાછા આપવાની અને ચેક પરત ન કરતા વ્યાજખોરના અસહ્ય બનેલા ત્રાસથી મહિલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી