લો બોલો..અમારા મંદિરને ન્યાય આપોના નારા લગાવવા ભક્તો મજબુર બન્યા : માલપુર નજીક વનવિભાગે ભે માતા મંદિર તોડી પાડતા રો
ભે માતા મંદિર તોડી પાડનાર હિન્દૂ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડનાર આર.એફ.ઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેની માંગ
અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામ નજીક ડુંગર પર અતિ પ્રાચીન ભે માતાનું મંદિર સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર છે
વનવિભાગ તંત્ર દ્વારા ભે માતા મંદિર તોડી પાડવામાં આવતા સ્થાનિકો સહીત માઇ ભક્તોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ભે માતા મંદિર તોડી પાડનાર વન વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ મંદિરનું નવનિર્માણ કરવામાં આવેની માંગ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માલપુર અને હિન્દૂ અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સત્વરે તપાસ કરી ન્યાની માંગ કરી હતી
અરવલ્લી જીલ્લા કલેકટર કચેરીમાં હિન્દૂ સમાજના અગ્રણીઓ અને ક્ષત્રિય ઠાકોર સેના માલપુરના હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચી રામધૂન બોલાવી…અમારા મંદિરને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે
મગોડી નજીક અંતરિયાળ અને વાત્રક ડેમના કિનારે કુદરતી સૌંદર્ય સહિત ડુંગર પર વર્ષોથી બિરાજમાન ભે-માતાના મંદિર પર આસપાસના હજારો શ્રદ્ધાળુઓને અતૂટ શ્રદ્ધા છે. કેટલાય લોકો આ સ્થાનકે દર્શન કરી પાવન બન્યા છે. આ સ્થાનનો મહિમા વધતા શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારે કુદરતના ખોળે ડુંગરપર બિરાજમાન શ્રદ્ધાના પ્રતીક સમાન ભે માતાનું મંદિર માલપુર વન વિભાગ દ્વારા તોડી પડાયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ આસ્થાના પ્રતીક સમાન આ ભે માતાનું મંદિર ફરી બનાવી આપવા માંગ કરી હિન્દૂ વિરોધી વનવિભાગના આરએફઓને તાતકાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેની માંગ કરી હતી