27 C
Ahmedabad
Thursday, April 25, 2024

પંચમહાલ: દ્રશ્યમ ફિલ્મની યાદ અપાવતો કિસ્સો, હત્યાનું કારણ જાણી તમે પણ ચોકી જશો 


 

Advertisement

હાલોલ,

Advertisement

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના રવાલીયા ગામનો યુવક ગુમ થયા હોવા અંગેની જાણવા જોગ ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાતા પોલીસે જીણવટ ભરી તપાસ કરતા ગુમ થયેલ યુવકનું હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે હત્યા કરેલી લાશને જમીનમાંથી બહાર કાઢી તેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી હત્યારા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

બનાવની વિગત એવી છે કે હાલોલ તાલુકાના રવાલિયા ગામે રહેતો સુમનસિહ ચંદ્રસિંહ પરમાર ઉ.વ.૩૮ નાઓ શનિવારના રોજ ગુમ થયો હતો.સુમનસિંહનાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી પણ મળી ન આવતા હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે સુમનસિહ ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી હતી.પોલીસે બનાવની ગંભીર નોંધ લઇ સુમનસિંહની શોધખોળ શરૂ કરી હતી દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ સુમનસિંહની ગુમ થયા બાબતની હાલોલ તાલુકાના બાંધેલી ગામના નવાડ ફળીયા માં રેહતા રાયસિંગ ભીમાં રાઠવાંને ખબર હોવી જોઇએ જેને લઇ પોલીસે રાયસિંગ રાઠવાની પોલીસ ભાષામાં પૂછ પરછ કરતા રાયસિંગ રાઠવા ભાગી પડ્યો હતો અને તેને જણાવ્યું હતું આ વ્યક્તિ સુષ્ટિ વિરૂદ્ધ નું કામ કરતો હતો જેને લઇ કંટાળી ને મે સુમનસિંહ પરમારની હત્યા કરી દીધી છે.અને તેને ખેતરમાં ખાડો ખોદી જમીનમાં દાટી દીધેલ છે.

Advertisement

જેને લઇ પોલીસે આરોપી રાયસિંગ રાઠવાને સાથે રાખી બનાવ સ્થળ પર જઇ જમીન ખોદતાં સુમનસિંહ પરમારની લાશ મળી આવી હતી.જેથી પોલીસે રાયસિંગ રાઠવા સામે હત્યાનો ગુનો નોંધી બનાવનો ભોગ બનનાર સુમનસિંહ પરમારના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોકટર દ્વારા પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ ને પગલે નાયબ પોલીસ અધિક્ષક,હાલોલ પ્રાંત અધિકારી હાલોલ મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલોલ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો ગણતરીનાં સમયમાં ઉકેલી કાઢ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!