33 C
Ahmedabad
Friday, April 26, 2024

SP સંજય ખરાતની શખ્ત કાર્યવાહી : ફરિયાદી સામે ઉદ્ધાતાઈ પૂર્વક વર્તન કરતા ટાઉન PI બી.કે. ભારાઈની હેડક્વાટર ખાતે બદલી


રેંજ આઈજી અભય ચુડાસમાએ સમગ્ર ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો

Advertisement

મોડાસા ટાઉન ફોજદાર બી.કે.ભારાઈના તુમાખી ભર્યા સ્વભાવનો અનેક ફરિયાદીઓને કડવો અનુભવ થયો હતો ઉત્તરાયણ પર્વના દિવસે લુખ્ખાતત્વોએ યુવતીની છેડતી કરી તેના પરિવારજનો પર તૂટી પડી ઢોર માર મારતા પીડીત પરિવાર ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા ટાઉન ફોજદાર બી.કે.ભારાઈએ તેમને બિભસ્ત ગાળો બોલી ધમકાવતા સમગ્ર મામલો જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પોલીસ પ્રજાનો મિત્રના સૂત્રને સાર્થક કરતા પી.આઈ.બી.કે.ભારાઈની તાત્કાલિક અસરથી હેડક્વાટર ખાતે બદલી કરી દેતા અને રેન્જ આઈજી અભય ચુડાસમાએ પણ તપાસનો આદેશ આપતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો છે

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતનો માનવીય અને સકારાત્મક અભિગમના પગલે જીલ્લામાં ખાખીની ખરડાયેલી છબીને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ છે બીજીબાજુ કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી પહેર્યા પછી દબંગાઈ કરી પ્રજાજનો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તણુક કરી રહ્યા હોવાની બૂમો ઉઠી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ફરિયાદી સાથે ઉદ્ધાતાઈ પૂર્વક વર્તણુક કરનાર અને બેફામ ગાળો આપનાર ટાઉન ફોજદાર બી.કે.ભારાઈની તાત્કાલીક અસરથી હેડક્વાટર ખાતે બદલી કરી જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ અને જીલ્લાના પ્રજાજનોને એક સંદેશ આપ્યો છે

Advertisement

શું હતો સમગ્ર મામલો વાંચો…!!!
ઉત્તરાયણ પર્વના દિવસે સર્વોદય નગર વિસ્તારમાં યુવતીઓને જોઈ રોમિયોગીરી કરતા લંપટોને અટકાવતા આધેડ પર તૂટી પડતા ઢોર માર મારવાની ઘટના બનતા પીડિત પરિવાર અને સમાજના અગ્રણીઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચતા ટાઉન ફોજદાર બી.કે ભરાઈ ઉશ્કેરાઈ જઈ મગજ પરનો કાબુ ગુમાવતા યુવતીઓ અને મહિલાઓ સહીત અગ્રણીઓને બેફામ ગાળો બોલતા પીડિત પરિવારની યુવતીઓ અને મહિલાઓ રીતસર રડી પડી હતી અને પોલીસ સ્ટેશન પરિસરમાં જ પીઆઈ ભરાઈ ના વર્તનથી સમસમી ઉઠી કહેતી હતી કે સાહેબને પણ માં….બહેન તો હશે કે નહીં…?? પણ અહીંયા તો સાંભળે જ કોણ પીડિત પરિવાર સહીત સમાજના અગ્રણીઓને તો પોલીસ સ્ટેશન બહાર ખદેડી મુક્યા હતા પીડિત પરિવારની દીકરીએ મીડિયા સમક્ષ ફોજદાર ભરાઈએ જે પ્રકારની ગાળો બોલી હતી તે શબ્દસઃ કહીં સંભળાવી હતી ફરિયાદી પીડિત પરિવાર સાથે આરોપી જેવું વર્તન ટાઉન પીઆઈ બી.કે. ભરાઈ અને હાજર પરના પોલીસ કર્મીઓએ કરતા પોલીસ તંત્રની વર્તણુક પર અનેક સવાલો પેદા થયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!