29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

UAEના રાજવી પરિવાર સાથે સંબંધ હોવાનો દાવો કરીને 5 સ્ટાર હોટલમાં રોકાયો, લાખોનું બિલ ન ભર્યા જ વ્યક્તિ ફરાર


દિલ્હીની લીલા પેલેસ હોટલમાં ચાર મહિનાથી વધુ સમય રોકાયા બાદ એક વ્યક્તિ બિલ ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હતો. આ વ્યક્તિએ પોતાને યુએઈના શાહી પરિવારનો કર્મચારી ગણાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ફાઈવ સ્ટાર હોટલમાં વ્યક્તિના રોકાણનો કુલ ખર્ચ લગભગ 23 લાખ રૂપિયા આવ્યો, જે આપ્યા વિના તે ભાગી ગયો.

Advertisement

દિલ્હી પોલીસે ફરાર વ્યક્તિની ઓળખ મોહમ્મદ શરીફ તરીકે કરી છે. પોલીસે આરોપીઓ સામે ચોરી અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. હોટલ મેનેજમેન્ટની ફરિયાદ પર શનિવારે શરીફ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

શરીફ 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી હોટલમાં રોકાયા હતા
પોલીસે જણાવ્યું કે, મોહમ્મદ શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. આ પછી તે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ પર હોટલનું લગભગ 23 લાખ રૂપિયાનું બિલ બાકી હતું.

Advertisement

આરોપી વિરુદ્ધ ફરિયાદમાં જણાવાયું છે કે તેણે હોટલના રૂમમાંથી કથિત રીતે ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓની ચોરી કરી હતી. શરૂઆતમાં, તેણે અધિકારીઓને કહ્યું કે તે સંયુક્ત આરબ અમીરાતમાં રહેતો હતો અને અબુ ધાબીના શાહી પરિવારના સભ્ય શેખ ફલાહ બિન ઝાયેદ અલ નાહયાનની ઓફિસમાં કામ કરતો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!