33 C
Ahmedabad
Thursday, April 25, 2024

સરકારે આપેલ લાખો રૂપિયાની બુલેટ ધુળ ખાતી નજરે પડી, મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકી નજીક બુલેટ’રાજા’ ખોવાયા !!!


મોડાસા ચાર રસ્તા પર નવીન પેટ્રોલિંગ ની બુલેટ ધુળ ખાતી જોવા મળી

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમન અને પોલિસ કર્મચારીઓને નાની તેમજ સાંકળી ગલીઓ સહિત શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે બુલેટની ફાળવણી કરી હતી, જોકે થોડા સમયમાંથી બુલેટની જાળવણી અને મેન્ટેનન્સને લઇને હાલત ખરાબ થતી હોય છે. આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્રને સરકાર દ્વારા 5 જેટલી બુલેટની ફાળવણી કરી હતી, જેથી શહેરી વિસ્તારોમાં પોલિસ બુલેટ પર પેટ્રોલિંગ કરી શકે, પણ આજે બુલેટની હાલત જોવા જેવી થઈ છે, કારણ કે બુલેટ પોલિસકર્મીની પોતાની નથી, તે તો સરકારી છે એટલે હાલત આવી છે.

Advertisement

પેટ્રોલિંગ માટે ફાળવેલી બુલેટની હાલત ખૂબ ખરાબ

મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકી નજીક છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી નવી જ બુલેટ ધુળ ખાતી હાલતમાં જોવી મળી રહી છે ત્યારે સવાલ થઈ રહ્યા છે કે, બુલેટ’રાજા’ ક્યાં છે ? બુલેટ પર કંતાન તેમજ કચરો મુકવામાં આવ્યો છે જેને લઇને નવીન બુલેટની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. કોઈપણ વાહન અથવા તો ચીજવસ્તુની જાળણીના અભાવે આવા વાહનોની હાલત અને આયુષ્ય પણ ખૂબ જ ટુંકી બની જાય છે અને વાહનો થોડા સમયમાંથી ભંગાર થઈ જતા હોય છે. ઘણાં સમયથી મોડાસા ચાર રસ્તા પર આવી જ હાલતમાં બૂલેટને મુકી દેવાતા હવે અનેક સવાલો ઊઠી રહ્યા છે. ટાઉન પોલિસના ઉચ્ચ અધિકારીઓ રાત્રીના સમયે આગળ જ ખુરશી નાખીને બેસતા હોય છે પણ તેઓની નજર કેમ ન પડે તે પણ એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!