35 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: ભિલોડાના રામપુરમાં રોડ કાગળ પર બનાવતા DE એ ફોન ઉપાડવાનો જ બંધ કરી દીધો, આવું કેટલું હશે પંથકમાં ?


રાજ્યના ટ્રાયબલ વિસ્તારના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપતી હોય છે પણ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ ની મિલીભગતથી વિકાસ રૂંધાઈ ગયો છે એટલું જ નહીં જો વાત સામે ન આવે તો રોડ માત્ર કાગળ પર જ બનાવી દેવાય છે અને કરોડો રૂપિયા ચાઉં થઈ જતા હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકના રામપુરમાં કેટલાય સમયથી રોડનું કામ ટલ્લે ચઢ્યું હતું કોણ જાણે રોડ કાગળ પર બનાવી દેવાયો હતો કે શું, મીડિયા અહેવાલો પ્રસિદ્ધ થતાં જ ભિલોડા પંચાયત RNB ના ડીઈ અને એસ.ઓ. ના પગતળેથી જમીન સરકી ગઈ. આ બાબતે અધિકારીઓ બોલવા તૈયાર જ નથી. ડીઈ તો ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધુ છે તો એસ.ઓ. ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

Advertisement

ભિલોડા પંચાયત ના  ડેપ્યુટી એન્જિનિયર આ બાબતે મગનું નામ મરી પાડવા તૈયાર નથી એટલે હવે ચોક્કસથી લાગી રહ્યું છે કે, આમાં કંઈક રંધાયું છે, પણ મીડિયામાં અહેવાલો આવતા હવે કાગળો તૈયાર કરવામાં લાગી ગયા છે અને ઉચ્ચ અધિકારીઓને જેમ-તેમ કરીને કામ ચાલુ છે તેવું સાબિત કરવામાં લાગી ગયા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

વાત જાણે એમ છે કે, ભિલોડા પંચાયત RNB વિભાગ એટલું વ્યસ્ત છે કે, રોડ ક્યારે બની જાય છે અને ક્યારે પૂરો થઈ જાય છે તેને ખ્યાલ જ નથી કારણ કે, આ વિભાગના મલાઈદાર અધિકારીઓ ન જાણે શેમાં મશગૂલ હોય છે તે ખ્યાલ નથી. ભિલોડા તાલુકાના રામપુરી, સાગદરા 3.700 કિ.મી. નો રોડ કુલ 140 લાખ એટલે કે, 1 કરોડ 40 લાખના ખર્ચે બનવાનો હતો, જે કામ તારીખ 12-05-2021 ના રોજ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને કામગીરી પૂર્ણ કરવાની તારીખ 11-02-2022 ના રોજ હતી, પણ હજુ કામ શરૂ થયું છે કે નહીં તે એક સવાલ છે. કારણ કે, રોડ પર માત્ર મેટલ ઠાલવી લોકોને બેવકૂફ બનાવવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!