30 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી: શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ મોડાસાનો 27 મો સમુહ લગ્ન, 13 નવયુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા


મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ૨૭ મા સમૂહ લગ્નોત્સવ નું આયોજન ખંભીસર કેળવણી મંડળ સંચાલિત મહંત શ્રી ગંગાનાથ વિધાલય ખાતે યોજાયો હતો જેમાં સમાજ વિવિધ ગામો માંથી 13 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડી નવજીવન ની શરૂઆત કરી હતી. આ શુભ પ્રસંગે દરેક કન્યાઓ ને સમાજ ના ઉદાર દીલ દાતાઓ એ પુરતદાન ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ની નોંધ પાત્ર ભેટ આપી કન્યાદાન કર્યું હતું નાની ચિચણો ગામ ના વતની અને સમાજ નું ગૌરવ એવા ઉધોગપતિ નીરૂબેન કાલીદાસ પટેલે દરેક કન્યાઓ ને તિજોરી ની ભેટ આપી કન્યાદાન કર્યું હતું… વધુ માં કાલીદાસ પટેલે ૩૦ યુગલ સમુહ લગ્ન માં જોડાશે એ વર્ષે સંપૂર્ણ ખર્ચ આજીવન આપવાની જાહેરાત કરી હતી.. ૧૩ નવદંપતી પૈકી ઘરે બિલકુલ ખર્ચ ના કરી સમુહ લગ્ન માં જોડાઈ સરાહનીય કાર્ય કરવા બદલ લિંભોઇ ગામ ની દિકરી બંસરી ના માતા પિતા કમલેશકુમાર પટેલ અને સેતલબેન પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું… સમાજ દ્વારા નવદંપતી ને લગ્ન ના દિવસે જ રજીસ્ટ્રાર નોંધણી કરાવી પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.. જેના ડોક્યુમેન્ટ તૈયાર કરી સહી ઓ કરવાની કામગીરી મહેશભાઈ પટેલ લિંભોઇ અને તલાટી મંત્રી નો ખુબ સહકાર મળ્યો હતો…
સમુહલગ્ન ની ભોજન તથા મંડપ જેવા મોટા ખર્ચ ની જવાબદારી ખંભીસર કડવા પાટીદાર સમાજે સ્વીકારી ગામ ના વડીલો ગુણવંતભાઈ પટેલ ધીરજભાઈ પટેલ કનુભાઇ પટેલ કાન્તિભાઈ પટેલ અને યુવાનો ગોપાલભાઈ યોગેશભાઈ કમલેશકુમાર જીતુભાઈ ભરતભાઈ કેતનભાઈ રવિભાઈ તથા ઉત્સાહી યુવાનો એ તનતોડ મહેનત કરી સમાજસેવા નું ઉમદા કાર્ય કર્યું હતું.

Advertisement

મોડાસા વિસ્તાર ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહી કન્યા ઓને ચાંદીના સિક્કા આપી આશિવૉદ આપ્યા હતા.. સમાજ ના પુર્વ પ્રમુખ આર પી પટેલ અને પ્રવિણભાઇ પટેલ સંગઠન અને પ્રચાર પ્રસાર ચેરમેન ઉંઝા તથા બોર્ડિંગ ના પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ તથા પુર્વ નગરપાલિકા પ્રમુખ એસ આર પટેલ સમરસતા મંચ ના જીલ્લા અધ્યક્ષ ચંન્દ્રકાંત પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી પ્રસંગ ને શોભાવ્યો હતો.. પ્રમુખ સંજયભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો તથા નવ દંપતીઓ તથા વાલીઓ તથા સમાજ માં થી પધારેલ સૌ જ્ઞાતિજનોનુ સ્વાગત સન્માન કરી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું… પ્રમુખની સાથે મંત્રી મનહરભાઈ પટેલ તથા કન્વીનર જયંતીભાઈ પટેલ તથા હોદેદારો અને કારોબારી સભ્યો એ ખુબ સુંદર આયોજન કરી પ્રંસગ ને સફળતા પુર્વક પુર્ણ કરી કન્યાઓ ને તથા સમગ્ર ઉપસ્થિત મહેમાનો ને વિદાય આપી હતી… કાર્યક્રમ નું સંચાલન નવદંપતી ને લગ્ન ની શાસ્ત્રોક્ત વિધિ મુખ્ય શાસ્ત્રી નિરૂભાઇ દ્વારા તથા સમારંભ નું અન્ય સંચાલન ઉદઘોષક મિનેષભાઇ પટેલ તથા પ્રવિણભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં આભાર વિધિ કા. સભ્ય જયંતીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!