31.3 C
Gujarat
Thursday, July 16, 2026
Home ગુજરાત મોડાસામાં વકફ જમીન વિવાદ મામલે તપાસનો ધમધમાટ, રોકાણકારોની ઊંઘ ઉડી, જમીન બચાવવા...

મોડાસામાં વકફ જમીન વિવાદ મામલે તપાસનો ધમધમાટ, રોકાણકારોની ઊંઘ ઉડી, જમીન બચાવવા દોડધામ !!!

0
203

અરવલ્લી જિલ્લામાં જમીન વિવાદના કેટલાય કિસ્સાઓ સામે આવે છે ત્યારે છેલ્લા ઘણાં સમયથી મોડાસામાં વકફની જમીન વિવાદે રોકાણકારોની ઊંઘ હરામ કરી દીધી છે, કરોડો રૂપિયાનું રોકાણ કરનાર બિલ્ડોરના ઊજાગરા વધી ગયા છે ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. સામાન્ય રીતે જમીન વિવાદ સ્થાનિક જમીન દફ્તર દ્વારા કરવામાં આવતી હોય છે પણ વકફની જમીન વિવાદ સામે આવતા હવે મામલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે.

6 જાન્યુઆરી 2023 ના રોજ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે રોકાણકારો અને બિલ્ડરોના પગતળેથી જમીન સરકી ગઈ હતી, મોડાસાના ભેરંડા રોડ અને બાલાપીર રોડ પર આવેલી અંદાજે 42 એકર જમીન પર બાંધકામ થઈ ગયા અને વેંચાઈ પણ ગયા ત્યાં સુધી કોઈને ગંધ પણ નહોતી આવી, આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે વકફ બોર્ડ એ 27 કબજેદારોને નોટિસ આપી હતી, તમામ કબજેદારોને નોટિસ ફટકારી આધાર પુરાવા સાથે 7 દિવસમાં વકફ બોર્ડમાં રજૂ કરવા જણાવ્યું હતું.

વકફ જમીન વિવાદનો સંપૂર્ણ સમાચાર વિગતવાર વાંચવા ક્લિક કરો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/17813/

અરજદારે બીજી અરજી કલેક્ટર ને કરતા હવે સ્થાનિક તંત્ર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંગે અરજદારને પણ જાણ કરાઈ છે. કલેક્ટરે આ સમગ્ર મામલે મોડાસા મામલતદારને તપાસ સોંપી છે અને અહેવાલ પ્રાંત અધિકારીન સોંપવા માટે જણાવ્યું છે. આ સમગ્ર જમીન વિવાદને લઇને કલેક્ટર કક્ષાએથી લેંડ ગ્રેબિક એક્ટ અંતર્ગત તપાસનો ધમધમાટ તેજ થયો છે ત્યારે હવે કબજેદારોમાં દોડધામ મચી જવા પામી છે.

શું હતો સમગ્ર મામલો
મોડાસાના ભેરંડા રોડ અને બાલાપીર રોડ પર બી-90 પીર દરિયાઈ સાહેબ વકફ મોડાસા થી ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ખાતે રજિસ્ટર થયેલી છે. વર્ષો પહેલા ટ્રસ્ટીનું નિધન થયું હતું અને હાલ કોઈ જ ટ્રસ્ટી નથી અને ટ્રસ્ટના પીટીઆરમાં નોંધાયેલ વકફ મિલકત જોતા તેમાં 7 ખેતર આવેલા છે અને કુલ જમીન અંદાજે 42 એકર થવા પામે છે અને આજની માર્કેટ વેલ્યુ પણ 200 કરોડ રૂપિયા થવા પામે છે, તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે ઈમ્તિયાજ અબ્દુલરહીમ ટાઢાએ વકફ બોર્ડમાં અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

વકફ બોર્ડ અને કલેક્ટરમાં શું રજૂઆત કરાઈ હતી તે પણ વાંચો
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી અને વકફ બોર્ડમાં થયેલ અરજીની વાત કરીએ તો તેમાં ઉલ્લેખ કરાયો છે કે, 7 જેટલા ખેતરનું ક્ષેત્રફળ આશરે 42 એકર થવા પામે છે. વકફ મિલકતના 7/12 ના ઉતારા અરજદારે જોયા તો તેમાં વકફ મિલકતના બદલે અન્ય લોકોના નામ દાખલ થયેલા છે. અરજીમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે, નોંધાયેલ મિલકતો અત્યારે સ્થળ ઉપર ખેતર તરીકે જોવા મળતા નથી, ટૂંકમાં ટ્રસ્ટની જગ્યાઓ પર મોટા બાંધકામ કરી દેવાયા છે તો ભેરૂંડા રોડ પર કોલેજની બાજુમાં કેટલાક બાંધકામ તાજેતરમાં જ કરી દેવાયા છે એટલું જ નહીં કેટલાક બાંધકામ હજુ નિર્માણાધિન હોવાની લોકચર્ચાઓ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!