34 C
Ahmedabad
Tuesday, March 28, 2023

અમરેલીના રાજુલામાં 4 સિંહના ધામા, ભેરાઈ ગામે ખૂંટિયાનો શિકાર કરવાનો પ્રયાસ, જુઓ પછી શું થયું, જુઓ Video


અમરેલી સહિતના વિસ્તારોમાં સિંહોના વીડિયો સતત વાઈરલ થતા હોય છે, ખાસ કરીને જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તારોમાં સિંહના ધામા જોવા મળતા હોય છે ત્યારે વધુ એકવાર સિંહના ટોળાએ રાજુલા પંથકમાં શિકારની શોધમાં આવી ગયા હતા અને ખૂંટિયાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ રાજુલા તાલુકાના ભેરાઈ ગામે વહેલી સવારે 4 સિંહો ધસી આવ્યા હતા અને ગામમાં ખૂંટિયાનો શિકાર કર્યો હતો. ચાર જેટલા સિંહના ટોળાએ ખૂંટિયાનો શિકાર કરીને મજબાની માણે તે પહેલા જ ગ્રામજનો જાગી ગયા હતા અને ગામમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર ઘટના ગુરૂવારના રોજ પરોઢ સમયની બની હતી, જેનો વીડિયો વાઈરલ થયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ અમરેલી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં સિંહ ઘૂસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એકવાર સિંહ ઘૂસી જવાની ઘટના સામે આવતી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!