38 C
Ahmedabad
Friday, April 19, 2024

Exclusive: અરવલ્લીના મોડાસામાં ONLINE સટ્ટાનું સંચાલન વીરપુર સટ્ટા કિંગ ના હાથમાં, અનેક યુવાનો સટ્ટાના રવાડે ચઢી બરબાદીની ગર્તામાં ધકેલાયા


ઓનલાઇન સટ્ટા મટકાનો ખેલ વિરપુર થી ઓપરેટ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી

અરવલ્લી જિલ્લામાંના તાલુકાઓ અને ખાસ કરીને મોડાસામાં છેલ્લા ત્રણેક વર્ષ થી જાહેરમાં મટકાનો ખેલ બંધ થતા ઓનલાઇન સટ્ટા મટકા ના ગેરકાયદેશર ધંધો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે.. બે વર્ષથી યુવાનો, બેરોજગારો તથા અનેક લોકો ઓનલાઈન સટ્ટાને રવાડે ચડ્યા છે. મળતી માહિતી અનુસાર હાલ મોડાસામાં એક ડજન કરતા વધારે પંટરો ઓનલાઇન સટ્ટો લખી રહ્યા છે .

Advertisement

ગયા એ દિવસો જ્યારે જાહેરમાં કે કોઇ ગલીમાં છાનેછપને મટકાના નંબર લખાતા હતા. હવે ‘મટકા’ નામનો સૌથી કુખ્યાત જુગારનો ગેરકાયદેશર વ્યવસાય ઓનલાઈન થઈ ગયો છે. મટકા પ્રવૃત્તિ ઓફલાઈન મોડથી ઓનલાઈન થઈ ગઈ છે અને હવે ઓનલાઈન નંબરો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. વર્ષોથી, “તક” આ જૂની રમત, જેને સ્થાનિક રીતે મટકા તરીકે ઓળખવામાં આવે છે તે બદલાઈ ગઈ છે અને વેબસાઈટ પર નોંધણી કરીને ઑનલાઇન પણ રમી શકાય છે. ટેક્નોલોજીની ઉપલબ્ધતા અને સ્માર્ટફોનની પરવડે તેવી ક્ષમતાથી દાવની નોંધણી કરવા માટે એપ્સ અને વેબસાઇટ્સમાં લૉગ ઇન કરી શકાય છે .

Advertisement

મળતી માહિતી અનુસાર મોડાસામાં ઠક્કર પેટ્રોલ પંપની આસપાસ ઓનલાઇન સટ્ટા મટકાના ત્રણ થી ચાર પંટરો સક્રિય છે જ્યારે સમગ્ર નગરમાં ૧૨ થી વધારે પંટરો આકંડાનો આ ખેલ રમાડે છે . જે ગુગલ પે, ફોન પે વિગેર એપ્સ થી દાવ ની રકમ સ્વીકારે છે અને વોટસએપ પર દાવનો નંબર લખે છે. રોજ લાખો રૂપિયાનો ઓનલાઇન સટ્ટા મટકાનો જુગાર રમાય છે. અરવલ્લીમાં ઓનલાઇન સટ્ટા મટકાનો ખેલ વિરપુર થી ઓપરેટ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી છે.

Advertisement

શું છે સટ્ટા મટકા, કેવી રીતે રમાય છે આંકડા
જાહેર કે ખુલ્લી જગ્યામાં સટ્ટો લેવા માટે કોઈ મટકા બુકી રહ્યા નથી. આ જુગારનો ખેલ હવે બદલાઈ ગયો છે. મટકા બુકીઓ વધુ અદ્યતન બન્યા છે અને ઉપલબ્ધ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ઘણા મટકા બુકીઓ હવે ફોન પર અથવા મોબાઈલ મેસેજિંગ એપની મદદથી આંકડા લખી રહ્યા છે. અનેક સટોડિયાઓ સવારથી જ સટ્ટા બજાર માં પોતાના આંકડા અને પાના લગાવતા હોય છે. આકંડા લખ્યા બાદ જે પણ જીતે તેને જીતની રકમ ઓનલાઇન ટ્રાંન્સફર કરી દેવામાં આવે છે. મટકા અથવા સટ્ટા મટકા ગેમ ઓપન, ક્લોઝ, જોડી, પેનલ, સંગમ અને જેકપોટ જેવા વિવિધ ફોર્મેટમાં રમાડવામાં આવે છે. કલ્યાણ, દિલ્હી, ફરીદાબાદ, ગાઝિયાબાદ, વગેરે શહેરોના નામો સાથે રાજધાની, મધુર, સુપર, કુબેરના નામે પણ રમાડવામાં આવે છે. આ ઓનલાઈન સટ્ટાબજાર નું સંચાલન ૧૨૫ થી વધુ વેબસાઈટ દ્વારા થઇ રહ્યું છે. આ વેબસાઇટ્સ પરથી બજારનું ઓનલાઇન પરિણામ મળી રહે છે. મોડાસાના પંટરો આમાની કેટલીક વેબસાઇટો પર આકંડા લખે છે અને છેલ્લે હાર જીત નો હિસાબ વિરપુર થી કરવામાં આવે છે. મોડાસામાં રોજ સાંજ પડે બધા પંટરો હિસાબ કરી વકરો વિરપુર પહોંચાડતા હોવની માહિતી મળી છે. આ પંટરો સ્થળ બદલાતા રહે છે પરંતુ મુખ્યત્વે ઠક્કર પેટ્રોલ પંપ ની આસપાસ અને ધોબીઢાળ વિસ્તારમાં ફરતા રહેતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.

Advertisement

મોડાસા ટાઉન પોલીસે બે થી ત્રણ વખત રેડ કરી ને આવા પંટરોને ઝડપ્યા છે પરંતુ હવે રોજ પંટરોની સંખ્યા વધી ગઇ છે. જિલ્લામાં ખાસ કરી ગરીબ અને મધ્યમવર્ગના લોકો આ બરબાદી ના દલદલ માં ઘુસી રહ્યા છે. વળી ઓનલાઇન મટકાનો દાવ લગાવવા કેટલાક લોકો વ્યાજે રૂપિયા લે છે ત્યારે જિલ્લા પોલીસ દ્રારા આ અંગે સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત લોકો માંગ કરી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!