33 C
Ahmedabad
Friday, March 29, 2024

વેલેન્ટાઈન ડે પર આ દેશ ફ્રી આપશે 95 મિલિયન કોન્ડમ, જાણો શું છે આનું કારણ


સુરક્ષિત સેક્સ ને લઇને વિશ્વના વિવિધ દેશની સરકાર વિચારી રહી છે તો કેટલાક દેશની સરકાર આ અંગે પગલા ભરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં આવનાર વેલેન્ટાઈન ડે પહેલા થાઈલેન્ડ સરકારે મહત્વની જાહેરાત કરી છે. વેલેન્ટાઇન ડે પહેલા, થાઇલેન્ડની સરકાર તેમના દેશના લોકોને 95 મિલિયન મફત કોન્ડોમનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે.તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ વેલેન્ટાઈન ડે પહેલા સુરક્ષિત સેક્સને પ્રોત્સાહન આપવા માંગે છે. થાઈ સરકારના પ્રવક્તા રાચાડા ધનાદિરેકે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુનિવર્સલ હેલ્થકેર કાર્ડધારકો 1 ફેબ્રુઆરીથી એક વર્ષ માટે અઠવાડિયામાં 10 કોન્ડોમ મેળવી શકે છે.

Advertisement

થાઈલેન્ડ સરકાર કોન્ડોમનું વિતરણ કરશે
તમને જાણીને વધુ નવાઈ લાગશે કે થાઈલેન્ડ સરકાર ચાર સાઈઝમાં કોન્ડોમનું વિતરણ કરશે. આ દેશભરની હોસ્પિટલોના ફાર્મસીઓ અને પ્રાથમિક સંભાળ એકમોમાંથી મેળવી શકાય છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, દેશમાં ગોલ્ડ-કાર્ડ ધારકોને મફત કોન્ડોમ આપવાનું અભિયાન રોગોને રોકવા અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. આ સાથે તેમણે કહ્યું કે સરકારે સિફિલિસ, સર્વાઇકલ કેન્સર, ગોનોરિયા, ક્લેમીડિયા અને એઇડ્સ સહિતની કેટલીક બીમારીઓને કાબૂમાં લેવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

Advertisement

થાઇલેન્ડમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોની સંખ્યામાં વધારો
થાઈલેન્ડમાં તાજેતરના વર્ષોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021માં દેશમાં સિફિલિસ અને ગોનોરિયાના અડધાથી વધુ કેસ નોંધાયા છે. ડેટા એ પણ બહાર આવ્યું છે કે આ રોગોથી સંક્રમિત લોકોની મહત્તમ સંખ્યા 15 થી 19 અને 20 થી 24 વર્ષની વચ્ચેની છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2021 માં, 15 થી 19 વર્ષની વય જૂથની દર 1,000 થાઈ છોકરીઓમાંથી 24.4એ જન્મ આપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!