33 C
Ahmedabad
Thursday, March 28, 2024

Paper Leak Case: પેપર લીક કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જીલ્લો…!! કેમ કહ્યું આપના નેતા યુવરાજસિંહે, સાંભળો


જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકને લઇને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે નવા ખુલાસા કર્યા છે, તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને નવા ખુલાસા કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાના નવા નામ જાહેર કરતા જિલ્લાનું નામ ફરીથી ચર્ચાઓમાં આવી ગયું છે.

Advertisement

યુવરાજસિંહ જાડેજાએ પેપર લીકને લઈને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્માનું નામ જાહેર કરી ઘટસ્ફોટ કર્યો હતો. યુવા નેતાએ જણાવ્યું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાની સાથે અગાઉ યોજાયેલી JEE,NEEP, IBPS, સ્ટાફ સીલેક્શન જેવી પરીક્ષાઓમાં પણ સીધા સંકળાયેલા છે. આ સાથે જ તેણે જણાવ્યું કે, મેડિકલમાં એડમિશન માટે ભાસ્કર ચૌધરીએ લાખો રૂપિયા લીધા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ખોટા સર્ટિફિકેટ આપીને કૌભાંડ આચર્યા હતા, જેનું એકવર્ષ પહેલા સ્ટિંગ કર્યું હતું. આ સાથે જ તેમણે ફરીથી મોડાસાની લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ મોડાસા ના સંચાલક આર.એમ. પટેલ દ્વારા આરોગ્ય વિભાગની ભર્તીઓમાં સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

યુવરાજસિંહે જણાવ્યું કે, અરવલ્લી જિલ્લામાં કેતન બારોટે અવિનાશ પટેલ ઉર્જાવિભાગની ભરતી કૌભાંડમાં સંડોવણી છે. આ સાથે જ કેટલાક નામ પણ ઉલ્લેખ કર્યો હતો અને સિસ્ટમથી 300 જેટલા લોકોને ઉર્જા વિભાગમાં નોકરી અપાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભાસ્કર ચૌધરીએ અગાઉ મેડિકલની પરિક્ષામા ભરતી કરાવી છે. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તર પ્રદેશના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. આ ઉપરાંત આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વાળા પણ સંકળાયેલા છે. કેતન બારોટ અને હાર્દિક શાહ પણ આ લિંકમાં સંકળાયેલા છે. કેતન બારોટનું મોસાળ નરશિપુર આવેલું છે. અવિનાશ પટેલની પત્ની, બહેન અને અન્ય સગાઓ ઊર્જા વિભાગની ભરતીમાં લાગવગથી લાગેલા છે.

Advertisement

આ સાથે જ એલ.આર.ડી. ભરતી પ્રકરણમાં બાયડના મનહર પટેલનું નામ ઉછળ્યું હતું, તેનો પણ યુવરાજસિંહે ઉલ્લેખ કર્યો હતો, તેમણે એમ પણ જણાવ્યું કે, મનહર પટેલ સીધી રીતે અરવિંદભાઈ પટેલ, અવિનાશ પટેલ અને અજયભાઈ પટેલ જોડે સંકળાયેલા છે. યુવરાજસિંહે જણાવ્યું કે, વારંવાર પેપરલીકની ઘટનાઓમાં મોટાભાગના લોકો અરવલ્લી જિલ્લામાંથી નામ સામે આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લો એ પેપર ફૂટવાની ઘટનાને લઇેન એ.પી. સેન્ટર હોવાનું જણાવ્યું હતું.

Advertisement

વારંવાર પેપર લીકની ઘટનાઓ અને ખોટી રીતે ભરતી થયેલા લોકોને પરત લાવવા માટે અને વર્ષ 2014 પછીની તમામ ભરતીની એસ.આઈ.ટી. દ્વારા તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!