30.6 C
Gujarat
Thursday, July 16, 2026
Home HeadLines ખેડૂતને મોત સામે દેખાયું : વન વિભાગ નિંદ્રાધીન….ખેડૂતોના માથે મોત ભમી રહ્યું...

ખેડૂતને મોત સામે દેખાયું : વન વિભાગ નિંદ્રાધીન….ખેડૂતોના માથે મોત ભમી રહ્યું છે,ગોખરવાના ખેતરમાં ખેડૂત સામે દીપડો આવી ગયો

0
327

મોડાસા પંથકમાં દીપડાના પરિવારે ધામા નાખ્યા, દીપડો માનવભક્ષી બની કોઈનો જીવ લે તે પહેલા પાંજરે પુરવામાં આવેની પ્રબળ માંગ
દીપડાની દહેશત વચ્ચે ખેડૂતો જીવના જોખમે ખેતરમાં ઉભા પાકને પિયત કરવા મજબુર

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અનેક વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી બોલુન્દ્રાના ડુંગર વિસ્તારથી લઇ ગઢડાના જંગલમાં દીપડાનો પરિવાર લટાર મારવાની સાથે ખોરાકની શોધમાં પશુનું મારણ કરતા સમગ્ર પંથકમાં ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે વન વિભાગ તંત્ર દીપડાને પાંજરે પુરવામાં નિષ્ફ્ળ રહેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે દીપડો દેખાય તે વિસ્તારમાં પાંજરું મૂકી સંતોષ માની રહ્યું છે ગોખરવા ગામના પૂર્વ સરપંચ ખેતરમાં પાકને પિયત કરી રહ્યા હતા અને ઘઉંના ખેતરમાં સામે દીપડો જોવા મળતા ફફડી ઉઠ્યા હતા

મોડાસા તાલુકાના ગોખરવા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પરમાર શનિવારે સાંજના સુમારે તેમના ખેતરમાં પાકને પિયત કરવા ગયા હતા અને સામે ઘઉંના પાકમાં દીપડો સંતાઈ રહી શિકારની શોધમાં જોવા મળતા દિનેશભાઈ પરમાર દીપડાને જોઈ ફફડી ઉઠ્યા હતા અને ખેતરમાં પિયત બંધ કરી સુરક્ષિત સ્થળ પર ઉભા રહી ગયા હતા ઘઉંના ખેતરમાં છુપાઈ રહેલા દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતો ઘર તરફ દોટ મૂકી હતી ગોખરવા પંથકમાં દીપડાએ ધામાં નાખતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે દીપડાની દહેશતથી સમગ્ર પંથકમાં લોકો થર થર કાંપી રહ્યા છે વનવિભાગ સતર્કતા દાખવી દીપડાને પાંજરે પુરે તેવી લોક માંગ પ્રબળ બની છે દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગની ઉદાસીનતા સામે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!