28.1 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડાના નવા ભવનાથના મેળામાં માનવમહેરામણ ઉમટયું

અરવલ્લી : ભિલોડાના નવા ભવનાથના મેળામાં માનવમહેરામણ ઉમટયું

0

નવા ભવનાથ ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં હજ્જારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી, શિવાલયોમાં કમળના દર્શન, મહા આરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, ભકતો શિવમય બન્યા હતા

દેવાધિદેવ મહાદેવ, ભોળા શિવ શંકર ભગવાનની આરાધના નું પવિત્ર પાવન પર્વ મહાશિવરાત્રીના નિમિત્તે ભકિતભાવ પુર્વક આનંદ ઉલ્લાસભેર શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.
અરવલ્લી જીલ્લાના ભિલોડાના નવા ભવનાથ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં હજજારો શિવ ભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.નવા ભવનાથના મેળામાં હૈયેહૈયું ભીડાય તેટલી માનવ મેદની ઉમટી હતી.
ભિલોડાના નવા ભવનાથના મેળામાં શ્રીફળ, ચંદન, પુજાપાનો સામાન , ધર – વખરી ની ચીજ – વસ્તુઓ, રમકડા , ફરાળી ચીજ – વસ્તુઓ, શેરડી નો રસ સહિત ઠંડા-પીણા નું ધુમ વેચાણ થયું હતું.
મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં ચાર પ્રહરની વિશેષ પુજા, આરાધના ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર કરાઈ હતી.શિવજીને પ્રિય ભાંગની પ્રસાદી વિતરણનો કાર્યક્રમ ઠેર – ઠેર શિવાલયોમાં કરાયું હતું.હર હર મહાદેવ, ॐ નમ: શિવાય, બમ બમ ભોલેનાથ ના નાદ સાથે વાતાવરણ ભકિતભાવ સાથે ગુંજી ઉઠ્યું હતું.
શિવાલયોમાં ઠેર – ઠેર લધુરુદ્ર, જપ, તપ, પુજન, ભજન, અર્ચન, આરતી , મહા આરતી સહિત ભોજન પ્રસાદી ના કાર્યક્રમો યોજાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!