29 C
Ahmedabad
Friday, April 26, 2024

દીકરીઓને ભણીને પણ ઘરકામ જ કરવાનું છે..ને બસ આ શબ્દો મેડિકલ સ્ટુડન્ટ્સ યુવતીના કાને પડ્યા અને નાની ઉંમરમાં બની માઈન્ડ ટ્રેનર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી યોજનાઓથી દેશવાસીઓ પ્રભાવિત થયા છે અને આવું જ એક અભિયાન એટલે બેટી બચાવો બેટી પઢાવો માટે એક કેમ્પિયન ચાલી રહ્યું છે જો કે અંતરિયાળ વિસ્તારોમાં દીકરીઓ માટે બેટી પઢાવો કે ન પઢાવો કરવાનું તો એને ઘરકામ જ છેને આ માન્યતા ઘર કરી ગઈ છે ત્યારે બરોડા સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ્સ અંતરિયાળ વિસ્તારોમાં દીકરીઓ ભણી ગણી આગળ આવે તેવા ઉમદા હેતુ સાથે માઈન્ડ ટ્રેનર બની શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાર્તલાપ કરી રહી છે

Advertisement

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ગોધા ગામની અને બરોડા સરકારી મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પ્રજ્ઞા અસારી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોની દીકરીઓ પ્રત્યે અભ્યાસ અર્થે થતા ઓરમાયા વર્તનથી ચોંકી ઉઠી હતી અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતી દીકરીઓ વિષે સતત ચિંતિત પ્રજ્ઞા અસારીએ ર્ડો.જીતેન્દ્ર અઢિયાની સ્પ્રિંગ ઓફ ઇન્સ્પિરેશન વાંચી અંતરિયાળ વિસ્તારની દીકરીઓ અભ્યાસમાં કઈ રીતે ઉડાન ભરે તે માટે તેને માઈન્ડ ટ્રેનર બનવા માટે દેશમાં વિવિધ સ્થળે ટ્રેનિંગ લીધા પછી અંતરિયાળ વિસ્તારોમાં તેના મેડિકલ કોલેજના અભ્યાસ માંથી સમય કાઢી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને માઈન્ડ ટ્રેનર તરીકે માનસિક રીતે મજબૂત બનાવવાનું ઉમદા બીડું ઝડપ્યું છે

Advertisement

પ્રજ્ઞા અસારીએ મેરા ગુજરાત ના પ્રતિનિધ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી બરોડા સરકારી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું મારો પરિવાર વર્ષોથી મોડાસા શહેરમાં રહે છે પરંતુ મેઘરજ તાલુકાના અમારા વતન ગોધા અને અન્ય અંતરિયાળ વિસ્તારોમાં જવાનું થાય ત્યારે દીકરીઓના અભ્યાસ અંગે મોટા ભાગના માતા-પિતા દીકરીઓને ભણાવી શું કરવી છે જેવી વાતો સાંભળીને આઘાત લાગતો હતો ત્યારથી અંતરિયાળ વિસ્તારની દીકરીઓ અભ્યાસમાં આગળ વધે તેમને ટ્રેન કરી શકાય તે માટે અમદાવાદ, ઉદેપુર, ઉત્તરાખંડ,લોનાવાલામાં માઈન્ડ કોચ અને લાઈફ કોચ ટ્રેનિંગ લીધી છે પબ્લીક સ્પીકિંગ અને મેમરી પાવરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે હું માઈન્ડ રીડિંગ,ટેલીપેથી, ટેલિકાયનેસિસ અને એસ્ટ્રલ ટ્રાવેલીંગમાં નિપુણતા પ્રાપ્ત કર્યા પછી હવે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પરિવારોની દિકરીઓના અભ્યાસ અંગે પ્રવર્તી માનસિકતા બદલવાની સાથે વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે શાળાઓમાં સેમિનાર આપી રહી છે અને મારા અભિયાનમાં મારા માતા-પિતાનો સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!